મર્યાદાનું ઉલ્લંઘન:પરિણીતા જેને ભાઈ માનતી હતી એણે જ નજર બગાડી, નાહતા ફોટા ઉતારી સંબંધ બાંધવા મજબૂર કરી, બદનામીના ડરે આપઘાતનો પ્રયાસ કર્યો

અમદાવાદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • અવારનવાર સેક્સ અને લગ્નની માગ કરતા પરિણીતાએ ઘરમાં જાણ કરી હતી
  • એલિસબ્રિજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે

સમાજમાં હવે કૌટુંબિક સંબંધોની મર્યાદાને પણ લાંછન લગાવતા કિસ્સા સામે આવે છે. આંબાવાડી વિસ્તારમાં રહેતી પરિણીતાને જે યુવકને કૌટુંબિક ભાઈ માનતી હતી તેને જ તેનો સ્નાન કરતી વખતનો ફોટો-વીડિયો ઉતારી લીધો હતો. જેના આધારે તેને બ્લેકમેઈલ કરી અને તેની સાથે શારીરિક સંબંધો બાંધવા પર મજબૂર કરતો હતો. અવારનવાર સેક્સ અને લગ્નની માગ કરતા પરિણીતાએ ઘરમાં જાણ કરી હતી. યુવકની આવી કરતૂના કારણે સમાજમાં જાણ થઈ જતા અને મેણાં ટોણા તેમજ બદનામીને લઈ પરિણીતાએ ગોળીઓ અને ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.

કૌટુંબિક ભાઈ હોવાથી પરિણીતાએ કોઈને જાણ કરી ન હતી
આંબાવાડી વિસ્તારમાં રહેતી જયા (નામ બદલ્યું છે) એકાદ- બે વર્ષ અગાઉ લગ્નમાં લીંબડી તાલુકાના બોરાણા ગામે ગઈ હતી. લગ્નમાં જયા કૌટુંબિક ફોઈના દિયરના દીકરા ઈશ્વર (નામ બદલ્યું છે)ને મળી હતી. દરમ્યાનમાં તેઓ ઈશ્વરના ઘરે રોકાયા હતા. જેથી વાતચીત થતા ફોન નંબરોની આપણે થઈ હતી. ઈશ્વરને કુટુંબી ભાઈ માનતી જયાને ફોન પર બિભસ્ત માંગણીઓ શરૂ થઈ હતી. જોકે કુટુંબમાં ભાઈ થતો હોવાથી જયાએ આ બાબતે કોઈને જાણ કરી ન હતી. ફેબ્રુઆરી 2020માં જયાના દીકરાનો જન્મદિવસ હોવાથી ઇશ્વર પણ આંબાવાડી આવ્યો હતો. જન્મદિવસની ઉજવણી કરી બન્ને પુત્રો શાળાએ અને પતિ કામ પર નીકળી ગયો પણ ઈશ્વર ગયો ન હતો. તેણે જયાને તેનો સ્નાન કરતો વીડિયો મોબાઈલમાં બતાવ્યો હતો.

તું મારી સાથે લગ્ન નહીં કરે, તો વીડિયો વાયરલ કરીશ: યુવકની ધમકી
વીડિયો બાબતે પુછતાં ઈશ્વરે કહ્યુ હતુ કે તારા ઘરે અગાઉ આવ્યો, ત્યારે બનાવ્યાનું જણાવ્યું હતું. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ઈશ્વર જયાને બ્લેકમેઈલ કરી અને અનેકવાર દુષ્કર્મ આચરતો હતો. તું મારી સાથે લગ્ન નહીં કરે, તો હું તારા ફોટો અને વીડિયો વાયરલ કરીશ તેમ કહી ધમકીઓ આપી સેક્સની માગ કરતો હતો. જયા આ વાતોથી કંટાળી ઘરેથી દાગીના અને રોકડ લઈ ડિસેમ્બર મહિનામાં લીંબડી પહોંચી હતી. ઈશ્વરે ત્યાં જયા સાથે સેક્સ માણી તેના ફુઆના ઘરે મોકલી અને ત્યાંથી ઈશ્વરના બેન-બનેવી સપનાને અમદાવાદ મૂકી ગયા હતા.

પરિણીતાએ ઝેરી દવા ખાઈ ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો
બાદમાં જયાએ ઈશ્વરના માતા-પિતાને કહ્યું કે, તમારો છોકરો મને જબરજસ્તી ધમકી આપી ભગાડી લાવ્યો છે. આ બાબત સમાજમાં વાતો ફેલાતા જયાની બદનામી થઇ હતી. જેના પગલે તેણે બુધવારે ઝેરી દવા ખાઈ ફીનાઇલ પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. એલિસબ્રિજ પોલીસે જયાની ફરિયાદ આધારે તેના ઈશ્વર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...