તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:બાપુનગરમાં જૂની અદાવત રાખી યુવક પર છરી-તલવાર વડે હુમલો કરી અંગૂઠો કાપ્યો, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અગાઉ કરેલ ફરિયાદની અદાવત રાખીને ત્રણ વ્યક્તિઓએ એક યુવક પર છરી-તલવાર વડે હુમલો કરી તેનો અંગૂઠો કાપી નાખ્યો હતો. જેથી યુવકના પિતાએ ત્રણેય વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

બાપુનગરના અકબરનગરમાં રહેતા રમજાન અંસારીને એક નાના છોકરાએ આવીને કહ્યું હતું કે, તમારા દીકરા નિહાલને ત્રણ લોકો દરગાહ પાસે માર મારે છે, જેથી રમજાનભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે નિહાલનો અંગૂઠો કપાયેલો હતો અને તે બૂમો પાડી રહ્યો હતો. રમજાન અંસારીએ પૂછપરછ કરતા નિહાલે કહ્યું હતું કે, અકબરનગરમાં રહેતા મહેફ્રુજમિયા મલેક, બલ્લુ ઉર્ફે સલમાન અને આસિફ ત્રણેયે અગાઉની ફરિયાદની અદાવત રાખીને છરી-તલવારથી હુમલો કર્યો હતો.

ત્રણ પૈકીના એકે નિહાલને બાવડામાં છરીનો ઘા મારતા, બીજા ઘાથી બચવા તેણે વચ્ચે હાથ કરતાં અંગૂઠો કપાઇ ગયો હતો. ત્યારબાદ નિહાલને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બાપુનગર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ હોસ્પિટલ આવી હતી. જ્યાં રમજાન અંસારીએ મહેફ્રુજમિયા, બલ્લુ ઉર્ફે સલમાન અને આસિફ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો