સામાન્ય બાબતે મારામારી:અમદાવાદમાં કૂતરા બાબતે પરિવાર પર હુમલો, ઉશ્કેરાયેલા યુવકે બિભત્સ ગાળો બોલી લોખંડની પાઈપથી માથે અને હાથ પર ફટકા માર્યા

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • પરિવારે યુવકે સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં કુતરા બાબતે પરિવાર પર હુમલોની ઘટના સામે આવી છે. પાડોશીને પોતાના પાલતુ કૂતરાને સંભાળવા માટે કહેતા ઉશ્કેરાયેલા પાડોશીએ બિભત્સ ગાળો બોલી લોખંડની પાઈપથી પરિવારના સભ્ય પર હુમલો કર્યો હતો. જેના કારણે તાત્કાલિક 108માં તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. પરિવારે યુવકે સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘાણીનગરના ચામુંડાનગર ખુભાજીનીચાલી પાસે એક પરિવાર રહે છે. પરિવારના સભ્ય હસમુખભાઈ ભરવાડ મજુરી કામ કરી ગુજરાત ચલાવે છે. આજે સવારે આઠેક વાગે હસમુખભાઈ તેમજ તેમની માતા ઘરે બેઠા હતા. તે સમયે તેમના પાડોશમાં રહેતા લલીલ નામના વ્યક્તિ કે જેની પાસે પોલતુ કૂતરો છે, તે અવાર-નવાર ઘરની બહાર નીકળી જતુ અને પરિવારને હેરાન કરતું હતું. જેથી હસમુખભાઈએ લલીતને કુતરાને સાચવવા માટે કહેતા લલીલ ઉશ્કેરાઈ ગયો હતો.

ગુસ્સે ભરાયેલા લલીતે પહેલા હસમુખભાને બિભત્સ ગાળો બોલી ત્યારબાદ ઘરમાંથી લોખંડની પાઈપ લઈને હસમુખભાઈના માથા પર મારી દીધી હતી. ત્યારબાદ તેમના ડાભા હાથે પણ પાઈપથી બે-ત્રણ ફટકા માર્યા હતા. જેથી તેઓ જમીન પર પડી ગયા હતા. હસમુખભાઈ ઈજાગ્રસ્ત હોવા છતા લલીતે તેમને ફેટો પણ મારી હતી. અંતે તેમને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. અને પરિવારે લલીલ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...