તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નરોડામાં તવા ફ્રાય સેન્ટરમાં બેસવાની બાબતે થયેલી તકરારમાં યુવક પર હુમલો, 2ની ધરપકડ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂ સમયમાં હોટેલ ચાલુ હતી, યુવક ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલમાં

નરોડામાં સોમવારે રાતે જમવા બેસવાની તકરારમાં યુવકને તવા ફ્રાયના માલિક અને કર્મચારીઓએ ફટકારતા આ મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે તવા ફ્રાય સેન્ટરના માલિક સહિતના લોકોની ધરપકડ કરી છે.

ફરિયાદ મુજબ, સોમવારે અનવર શેખને તેના ભાઈ અમનનો રાત્રે 9.30 વાગ્યે ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, લાજવાબ ફ્રાય સેન્ટર પર અજાણ્યા માણસો સાથે બેસવા બાબતે ઝઘડો થયો છે. આથી અનવર ત્યાં પહોંચ્યો હતો. હોટેલ માલિક નૂર ઇલાહી સુભાન ઇલાહી અંસાર અને ફઝલ ઇલાહી સુભાન ઇલાહી અંસારી ત્યાં હાજર હતા. અનવરે બોલવાનું શરૂ કરતાં નૂર ઈલાહી, ફઝલ ઇલાહી ઉશ્કેરાયા હતા અને અનવરને માર્યો હતો, જેમાં તે ઇજાગ્રસ્ત થતાં સિવિલ લઈ જવાયો હતો. હાલ પોલીસે નૂર, ફઝલની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...