તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:યુવકે પકોડી ખાતી યુવતીનો હાથ પકડી અને ગંદા ઈશારા કર્યા, યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતો હતો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને યુવક ફરાર થઈ ગયો હતો

શહેરના વાડજ વિસ્તારમાં રહેતી યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતા યુવક સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. યુવકે યુવતી પકોડી ખાતી હતી ત્યારે હાથ પકડી ગંદા ઈશારા કર્યા હતા. રાતના સમયે ઘરે એકલી હતી ત્યારે ઘરમાં આવી અને તેને પકડી લીધી હતી. યુવતીએ બુમાબુમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને યુવક ફરાર થઈ ગયો હતો. યુવક અવારનવાર સ્થાનિક યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતો હોવાથી આખરે તંગ આવી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

વાડજ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતી તેની મિત્રો સાથે તેના ઘર પાસે પકોડી ખાવા ઉભી હતી. દરમ્યાનમાં એમ.પીની ચાલીમાં રહેતો રાજેશ ઉર્ફે રાજુ તપોધન ત્યાં આવ્યો હતો અને હાથ પકડી ગંદા ઈશારા કરવા લાગ્યો હતો. જતા રહેવાનું કહેતા બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. બપોરે યુવતીના ઘર સામે આવી અને ઈશારા કરવા લાગ્યો હતો. જો કે આબરૂ જવાના ડરે ફરિયાદ કરી ન હતી. રાતે યુવતીના માતા-પિતા કામથી બહાર ગયા હતા અને યુવતી ઘરે એકલી હતી ત્યારે રાજેશ ઉર્ફે રાજુ ઘરમાં આવ્યો હતો અને હાથ પકડી તેની તરફ ખેંચી લીધી હતી.

યુવતીએ બૂમાબૂમ કરતા રાજેશ ફરાર થઈ ગયો હતો. રાજેશ આસપાસમાં અને ચાલીમાં રહેતી યુવતીઓ અને મહિલાઓની પીછો અને છેડતી કરતો હતો. જેથી છેવટે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરતા પોલીસ આવી હતી. વાડજ પોલીસે રાજેશ ઉર્ફે રાજુ સામે છેડતી અને ધમકી અંગેનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો