તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Young Children Cannot Be Vaccinated At Present, But Children Will Be Automatically Protected If The Rest Of The Household Is Vaccinated.

ભાસ્કર નોલેજ સીરિઝ:નાના બાળકોને હાલ રસી ના આપી શકાય, પરંતુ ઘરના બાકીના લોકો વેક્સિન લઈ લે તો બાળકોને આપોઆપ સુરક્ષા મળી જશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • માતા-પિતા ધ્યાન રાખે કે, તેમનાં બાળકો એવા પરિવારનાં બાળકો સાથે જ રમે, જેમાં બધાએ વેક્સિન લઈ લીધી હોય
  • બાળકોમાં અત્યાર સુધી સંક્રમણના માઈલ્ડ ઈન્ફેક્શનના કેસ જ જોવા મળ્યા છે
  • હાલ એવો ડેટા નથી કે બીજી લહેરમાં યુવાનો વધુ સંક્રમિત થઇ રહ્યા છે
  • જેમની લાઇફસ્ટાઇલ હેલ્ધી છે તેમને કોરોનાથી ઝાઝી તકલીફ નહીં

એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના વાઈરોલોજિસ્ટ, પીએચ.ડી. (કોરોના વાઈરસ) ડૉ. પવિત્રા વેંકટગોપાલન કહે છે કે, કોરોના વાઈરસની બીજી લહેરમાં બાળકોમાં ઈન્ફેશનના કેસ પહેલી લહેરની તુલનામાં વધારે છે. આ મુદ્દે ભાસ્કરના રવીન્દ્ર ભજનીએ નિષ્ણાતો પાસે જાણ્યું કે, બાળકોમાં સંક્રમણ રોકવા શું પગલાં લેવા જોઈએ અને તેમને રસી ક્યારે મળશે...

પ્રશ્નઃ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને રસી નહીં અપાય તો તેઓ સંક્રમણથી કેવી રીતે બચશે?
જવાબઃ ભારતમાં રસીકરણના ત્રીજા તબક્કામાં 18-45 વર્ષના લોકોને સામેલ કરાયા છે. ભલે બાળકોમાં ઈન્ફેક્શનના કેસ વધતા હોય, પરંતુ હાલ તેમને વેક્સિન આપી ના શકાય. તેનું કારણ એ છે કે આપણે બાળકોમાં વેક્સિનની અસરકારકતાની તપાસ નથી કરી. આપણી પાસે બીજી પદ્ધતિઓ પણ છે. સૌથી સારી પદ્ધતિ એ છે કે, આપણે તેમને ઈન્ફેક્શનથી દૂર રાખીએ. એવું બે રીતે થઈ શકે. પહેલું- બાળકોની સાથે રહેતાં આપણે બધા જ વયસ્કો રસી લઈ લઈએ, અને બીજું- બાળકોને કોવિડ-19 પ્રોટોકોલ શીખવીએ.

પ્રશ્નઃ અમેરિકામાં 16 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવાનું શરૂ થયું છે. હવે તેનાથી નાની ઉંમરના લોકોને રસી આપવાનું ક્યારે શરૂ થશે?
જવાબઃ હાલ તો તેમના માટે રસી નથી. હાલ ભારતમાં જે રસી અપાય છે, તેની બાળકો પર ટ્રાયલ નથી થઈ. દુનિયાભરમાં કેટલીક ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જેમાં બાળકો પર કોવિડ-19 રસીની અસરકારકતા અને સુરક્ષા તપાસાઈ રહી છે. જ્યાં સુધી ટ્રાયલ પૂરી ના થાય, જે તે રસી બાળકો માટે સંપૂર્ણ સુરક્ષિત, અસરકારક સાબિત ના થાય, ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. વારંવાર એ કહેવું જરૂરી છે કે કોરોના વાઈરસનું ઈન્ફેક્શન તમામ એજ ગ્રૂપમાં થઈ રહ્યું છે, પરંતુ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ખતરો અનેકગણો વધારે જોવા મળ્યો છે. બાળકોમાં માઈલ્ડ ઈન્ફેક્શન જ જોવા મળ્યાં છે.

પ્રશ્નઃ નાના બાળકોની સુરક્ષાના જુદા પ્રોટોકોલ છે?
જવાબઃ ના. કોરોના વાઈરસ તમામ ઉંમરના લોકો પર અસર કરે છે અને તમામ માટે એ જરૂરી છે કે, તેનાથી બચવા શક્ય એ બધું જ કરે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ગાઈડલાઈન પ્રમાણે માતા-પિતાએ કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરવું પડશે. બાળકો માટે પણ જરૂરી છે કે તેઓ આ નિયમો તેમની દિનચર્યામાં ઉમેરે અને એવી જ આદતો પાડે. માતા-પિતાએ બાળકો સાથે વાત કરીને, તેમના સવાલોના જવાબ આપીને તેમને સમજાવવા જોઈએ અને તેમનો ડર દૂર કરવો જોઈએ. એ પણ નક્કી કરો કે, તમારાં બાળકો એવા પરિવારનાં બાળકો સાથે જ રમવા જાય જેમાં બધાએ રસી લઈ લીધી હોય અને તેઓ કોરોના પ્રોટોકોલનું પાલન કરતા હોય. અને સૌથી જરૂરી મુદ્દો છે ફિઝિકલ ડિસ્ટન્સિંગ. પરિવાર બહાર તમે અને તમારાં બાળકો બીજાથી અંતર રાખો.

પ્રશ્નઃ શું 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ઇમ્યુનિટી વધુ હોય છે અને એટલે તેઓ સંક્રમણ સહન કરી શકે છે?
જવાબઃ ઘણી હદ સુધી હા, પણ સામાન્ય રીતે દરેક વયજૂથના જે લોકો યોગ્ય આહાર લે છે અને સક્રિય જીવનશૈલી ધરાવે છે તેમની ઇમ્યુનિટી મજબૂત હોય છે. કોરોના દરેક વયજૂથના દર્દીઓને અસર જરૂર કરી રહ્યો છે પણ જે લોકોની લાઇફસ્ટાઇલ હેલ્ધી છે તેમને કોરોનાએ વધુ હેરાન નથી કર્યા. બાળકોની એક્ટિવિટીનું સ્તર પુખ્તો કરતા વધુ હોવાથી તેમને ઇન્ફેક્શન વધુ હેરાન નથી કરી રહ્યું.

પ્રશ્નઃ બીજી લહેરમાં કોરોના ઓછી ઉંમરના લોકોમાં પણ વધુ ફેલાશે?
જવાબઃ ના. કોરોના વાઇરસનો નવો વેરિઅન્ટ યુવાનોને વધુ સંક્રમિત કરી રહ્યો હોવાનો હાલ કોઇ ડેટા નથી. હાલ તો વાઇરસ બધાને સંક્રમિત કરી રહ્યો છે અને જે વૃદ્ધોને અન્ય બીમારીઓ છે તેમને ગંભીર સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ સર્જાય છે. વળી, પહેલી લહેરમાં લોકોમાં વધુ સાવધાની હતી. તેમણે કોરોનાથી બચવા માટેના ઉપાયોનું કડકાઇથી પાલન કર્યું. સંક્રમણ બાળકો સુધી ન પહોંચે તે માટે દરેક સ્તરે પ્રયાસ કરાયા પણ છેલ્લા 1 વર્ષમાં આઇસોલેશને દેશના લોકોને નાણાકીય અને ભાવનાત્મક રીતે બહુ પરેશાન કર્યા છે. જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થયું તો લોકોને લાગ્યું કે આ વાઇરસને હરાવવા વેક્સિનેશન જ પૂરતું હશે. તેઓ ફરી મહામારી પહેલાં જીવતા હતા એમ જ જીવવા લાગ્યા. ઘણાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોને હળવાશથી લેવાનું શરૂ કર્યું. તેથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બાળકોમાં સંક્રમણના કેસ વધ્યા છે.