તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમીએ સગીરાને પ્રેગ્નન્ટ કરી:અમદાવાદમાં પ્રેમમાં તો આવું બધું કરવું પડે, સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા, માસિક ન આવતાં પ્રેમીએ કહ્યું, લોહી ઓછું છે એટલે નથી આવતું

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • પેટમાં દુઃખાવો ઊપડતાં સોનોગ્રાફી કરાવતાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું
  • બેથી ત્રણવાર દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરતાં યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી
  • સગીરાનું મહિલા હેલ્પલાઇનની ટીમની મદદથી કાઉન્સેલિંગ કરતાં પ્રેમીએ પ્રેમના નામે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ

સગીરાઓના વાલીઓ માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દીધી છે. પ્રેમમાં આવું બધું કરવું પડે, કહી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. સગીરાએ એક વખત તેની મિત્રને પણ કહ્યું ત્યારે તેની મિત્રએ પણ પ્રેમમાં આવું કરવું પડે કહી દીધું હતું.

સગીરાને જ્યારે પેટમાં ખૂબ જ દુખાવો ઊપડ્યો અને હોસ્પિટલમાં લઇ જતાં ડોકટરે સગીરાને 6 મહિનાનો ગર્ભ હોવાનું જણાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સગીરાએ ફોડ ન પાડતાં આ મામલે મહિલા હેલ્પલાઇનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ હેલ્પલાઇનની ટીમે તાત્કાલિક સગીરાનું કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.

સગીરાનાં માતા-પિતાએ યુવકને બોલાવી માર માર્યો
અમદાવાદના હાથીજણ વિસ્તારની એક સગીરા પોતાની બાજુમાં રહેતા એક યુવકના પરિચયમાં આવી હતી. લલચાવીફોસલાવીને તેને પ્રેમજાળમાં ફસાવી દીધી હતી. જ્યારે ધો. 10માં અભ્યાસ કરતી હતી ત્યારે પરિચયમાં હતી. યુવક તેને ખેતરમાં લઈ ગયો, જ્યાં શારીરિક સંબંધો બાંધવાનું કહેતાં સગીરાએ આ બાબતે ઇનકાર કર્યો હતો, પરંતુ પ્રેમીએ પ્રેમમાં આવું બધું કરવું પડે, એમ કહીને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.

સગીરાની મિત્રએ પણ કહ્યું કે પ્રેમમાં આવું કરવું પડે
સગીરાએ તેની મિત્રને જાણ કરી તો તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે કહ્યું હતું. સગીરાના પ્રેમસંબંધ બાબતે જાણ થતાં સગીરાનાં માતા-પિતાએ યુવકને બોલાવી માર માર્યો હતો અને હવેથી તેને પરેશાન ન કરવા કહ્યું હતું. ત્યાર બાદ પરિવાર હાથીજણ છોડી વાસણા વિસ્તારમાં રહેવા ચાલ્યો ગયો હતો.

સગીરાને કસમો આપી તેના ઘરે લઇ જઈ શારીરિક સંબંધો બાંધ્યા
સગીરાના જન્મદિવસે જ્યારે સગીરા દાદી સાથે હાથીજણ ગઈ ત્યારે તેને સગીરાને લલચાવી અને કસમો આપી તેના ઘરે લઇ ગયો, જ્યાં તેની સાથે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં સગીરાને માસિક ન આવતાં તેણે યુવકને કહ્યું હતું. ત્યારે યુવકે તારા શરીરમાં લોહી નથી એમ કહી દીધું હતું. સગીરા પોતે ખૂબ ડરી ગઈ હતી. તેની માતા જ્યારે તેને માસિક ટાઈમ પર આવે છે એવું પૂછે ત્યારે પણ ખોટું બોલતી હતી.

ત્રણ દિવસ પહેલાં સગીરાને પેટમાં દુખાવો ઊપડતાં હોસ્પિટલમાં ગયા હતા અને સોનોગ્રાફી કરાવતાં 6 મહિનાનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું. જોકે સગીરાએ ગર્ભ અંગે કંઈ ન બોલતાં મહિલા હેલ્પલાઇનની મદદ લેવાઈ હતી. હેલ્પલાઇનની ટીમે કાઉન્સેલિંગ કરતાં સગીરાએ કહ્યું હતું કે યુવકે સગીરાને પ્રેમમાં આવું બધું જ કરવાનું હોય એમ કહી કહીને બેથી ત્રણવાર દુષ્કર્મ આચર્યું હોવાની વાત કરતાં યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.