તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:‘તું કાળી છે, તારામાં ભૂત છે, તારું બીજે અફેર છે, મારે લાયક નથી’ કહી લગ્નના ત્રીજા દિવસથી જ દહેજની માગણી કરતા હોવાનો શાહપુરની યુવતીનો આક્ષેપ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • શાહપુરની યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

શાહપુરમાં રહેતી યુવતીને સાસુ ‘તું કાળી છે’ અને સસરા ‘તારામાં ભૂત છે, તું અમારા ઘરને લાયક નથી’કહીને ત્રાસ આપતા હતા. આ અંગે યુવતીએ પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

શાહપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીને લગ્નના ત્રીજા દિવસથી જ સાસુ અને સસરા ‘મારા દીકરાને તો તારાથી સારી છોકરી મળી જાત, તું કાળી છે અને તારાથી વધારે દહેજ વાળી છોકરી મળતી હતી. તું ક્યાંથી મારા દીકરા સાથે આવી ગઈ’ તેવા મેણા મારી ત્રાસ આપતા હતા. સસરા કહેતા કે,‘તારામાં ભૂત આવે છે, તું અમારા ઘરના લાયક નથી’ જેથી તંગ આવેલી યુવતીએ તેના પતિને આ અંગે જાણ કરી ત્યારે પતિ પણ તેના માતા-પિતાનું ઉપરાણું લઈને મારઝૂડ કરતો હતો.

દરમિયાન યુવતી ગર્ભવતી થઈ હતી. જોકે તેના સાસુ-સસરાએ ‘આ બાળક મારા દીકરાનંુ નથી’ તેમ કહીને યુવતી પર શંકા રાખી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. આ મામલે યુવતીએ પતિને વાત કરતા તેણે પણ યુવતીના ચારિત્ર્ય પર શંકા કરી તેના પર આક્ષેપ કર્યો હતો કે,‘તારે બીજા સાથે અફેર છે, તું બાથરૂમમાં બીજા જોડે વાત કરવા માટે જાય છે.’ એટલંુ જ નહીં ગર્ભવતી યુવતીની દવા કરાવવાની પણ તેના પતિએ ના પાડી દેતા યુવતીએ તેના માતાપિતાને જાણ કરી પિયર પહોંચી હતી. ત્યારબાદ યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમા પતિ અને સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પતિ ઘરે આવવા દેતો નથી: યુવતી
યુવતીએ ફરિયાદ કરી તે પહેલાં સાસરિયે જવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે તેના પતિએ ધમકી આપી હતી કે, ‘જો તું અહિંયા આવી તો તને જે મૂકવા આવશે તેને પણ મારીશ’ તેમ કહીને ગાળો આપી હતી. સાસરીમાં જવાના પ્રયાસ નિષ્ફળ જતા અંતે તેણે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...