તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની રંગો વગરની હોળી:તમે કોઈના પર કલર નહીં ફેંકી શકો, માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં હોળી મનાવવા પર ગુનો દાખલ થશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ધૂળેટીની ઉજવણી અંગેનું જાહેરનામું બહાર પાડ્યું

કોરોના સંક્રમણ વધતાં રાજ્યમાં હોળી- ધૂળેટી ઉજવવા પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે શહેરમાં ધૂળેટીની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેનામા મુજબ જાહેરમાં આવતાં-જતાં રાહદારીઓ કે વાહનો કે મિલકતો પર રંગ ઉડાડી નહીં શકાય, કાદવ કિચડ કે રંગ મિશ્રિત પાણી અથવા અન્ય પદાર્થો ફેંકી નહીં શકાય. ધૂળેટીની રજાના દિવસે જાહેર ઉજવણી અને સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે.

માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉજવણી નહીં
ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં 200થી વધુ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ હોળી કે ધૂળેટીનો તહેવાર નહીં ઉજવી શકાય. જો કોઈ તહેવાર ઉજવશે તો ગુનો નોંધવામાં આવશે.

વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ હોળીની ઉજવણી નહીં કરી શકે
વિવિધ ધાર્મિક સંસ્થાઓ પણ હોળીની ઉજવણી નહીં કરી શકે

9 વાગ્યા સુધી હોળી દહન પૂર્ણ કરવું પડશે
આ જાહેરનામાં અંતર્ગત હોળી પ્રગટાવવાની છૂટ આપવામાં આવી છે, પરંતુ તેની પ્રદક્ષિણા કરવાની સાથે હોળી દહનના કાર્યક્રમમાં ભીડ એકત્રિત ન થાય અને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ ન થાય તેની તકેદારી રાખવા માટે પોલીસે જણાવ્યું છે. રાતે નવ વાગ્યા પહેલા જ રાત્રિ કર્ફ્યુ હોવાથી હોળી દહનનો કાર્યક્રમ પૂરો કરી દેવાનો રહેશે. જાહેરનામું તારીખ 28મીથી અમલમાં આવશે અને તારીખ 29મી માર્ચને રાત્રે 00.00 કલાક સુધી એટલે કે રાત્રે 12.00 વાગ્યા સુધી અમલમાં રહેશે. હોળી અને ઘૂળેટી દરમિયાન શહેરના માર્ગો પર પોલીસનું સઘન પેટ્રોલિંગ રહેશે. પોલીસ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરશે.

આ પણ વાંચો, સંક્રમણને પગલે રાજ્યમાં સરકારે મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવા મંજૂરી આપી, ધૂળેટીએ એકબીજા પર રંગો છાંટી શકાશે નહીં

21મી માર્ચે સરકારે હોળીની ઉજવણી શરતી મંજૂરી આપી હતી
ગયા રવિવારે રાજ્ય સરકારે રાજ્યમાં હોળી-ધૂળેટીના તહેવાર ઉજવણી પર શરતી મંજૂરી આપી હતી. જેમાં હોળી પ્રગટાવવા માટે માત્ર જૂજ સંખ્યામાં જ લોકો હાજર રહી શકે તેની મંજૂરી આપી છે. જ્યારે ધૂળેટી પર રંગો ઉછાળવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં હોળી પૂજા વિધિ માટે પ્રગટાવી શકાશે પરંતુ જાહેર કે નાના મોટા રંગોત્સવના કાર્યક્રમોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાજ્યમાં ધૂળેટીની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

યંગસ્ટર્સ ગૃપમાં હોળીનું સેલિબ્રેશન નહીં કરી શકે
યંગસ્ટર્સ ગૃપમાં હોળીનું સેલિબ્રેશન નહીં કરી શકે

હોળી રમવા પર પ્રતિબંધ છે
પટેલ વધુમાં ઉમેર્યું હતું કે, શનિવારે મુખ્યમંત્રી સાથેની કોર કમિટીની મીટિંગમાં નિર્ણય કરાયો હતો. ધાર્મિક ઉજવણીની હોળી દહન માટે મર્યાદિત રીતે લોકો એકત્રિત થાય તેની છૂટ આપવામાં આવી હતી. પરંતુ હોળી રમવાની છૂટ આપવામાં નથી. મને વિશ્વાસ છે કે રાજ્યના નાગરિકો જાગૃત છે એટલે કોઈ પણ વ્યક્તિ કોરોનાનું સંક્રમણ ન થાય એટલે હોળી રમશે નહીં. ધાર્મિક રીતે હોળી દહનની મંજૂરી આપવામાં આવી છે. તેનું બધા પાલન કરશે.

અમદાવાદ સહિત ચાર મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ લદાયો હતો
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આજે 17 માર્ચ 2021થી ચાર મહાનગર- અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા, એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે બાદમાં અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કરાયો છે.

જાહેર માર્ગો પર લોકો ટોળે વળીને હોળીની ઉજવણી નહીં કરી શકે
જાહેર માર્ગો પર લોકો ટોળે વળીને હોળીની ઉજવણી નહીં કરી શકે

17 માર્ચે ચાર મહાનગરોમાં ST બસ બંધ કરાઈ હતી
રાજ્યાન ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને ધ્યાનમાં લઇ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. ST દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. જો કે બાદમાં અમદાવાદ અને સુરતમાં શહેરીબસ સેવા જ બંધ કરી દેવાઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો