તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ઈન્ડિયન યોગ એસોસિએશન દ્વારા યોગિક જ્ઞાનસત્રનું આયોજન, 26 જાન્યુઆરીએ યોગ દિક્ષા સમારોહ પણ યોજાશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

આજે ભારતીય યોગ સંગઠનના ગુજરાત ચેપ્ટર ફેસબુક અને યુટ્યૂબ પર ‘વનનેસ ફોર વેલનેસ’ શીર્ષક હેઠળ યોગાચાર્યો અને ગુરૂઓની ઉપસ્થિતિમાં પ્રથમ વાર્ષિક સ્થાપના દિવસ સાંજે 4.00થી 5.30 લાઇવ ઉજવશે. જેમાં કોઈ પણ વ્યક્તિ જોડાઈને યૌગિક જ્ઞાનનો લાભ લઈ શકશે. જેમાં વક્તાઓ અને યોગ ગુરુઓ વિવિધ વિષયે વાત કરશે. યોગીનારના મુખ્ય અતિથિ તરીકે યેસો નાઈક, કેન્દ્રીય રાજ્ય પ્રધાન આયુષ મંત્રાલય સાથે ગુરુજી ડૉ.એચ.આર. નાગેન્દ્ર, ઓ.પી. તિવારી, કમલેશ પટેલ, ડૉ.ચંદ્રસિંહજી ઝાલા, ડૉ.આનંદ બાલયોગી ભાવનાની અને સુબોધ તિવારી પણ જોડાશે. રાજ્યના યોગ શિક્ષકો, શાળાઓ અને સંસ્થાઓમાં એકતા લાવી વધુ સક્ષમ બનાવવાની દિશામાં કાર્ય માટે ભારતીય યોગ સંગઠન, ગુજરાત ચેપ્ટરની ટીમને પ્રોત્સાહિત કરશે. 26 જાન્યુઆરીનએ યોગ દિક્ષા સમારોહ યોજાશે. જેમાં ભાગ લેનારને જે તે કેટેગરી અનુસાર યોગ દિક્ષા આપવા સાથે સર્ટીફીકેટ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો