તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:હજી કેટલાક અસરગ્રસ્તો સહાય માટે સ્થાનિક કક્ષાએ રજૂઆત કરી રહ્યા છે: જિલ્લા કોંગ્રેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડામાં અમદાવાદ જિલ્લામાં 92 લાખની સહાય ચૂકવાઇ
  • જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી યોગ્ય ન્યાય આપવા માંગ કરી

ગત મહિને તાઉતે વાવાઝોડામાં અમદાવાદ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ઘણી અસર થઇ હતી. જેના માટે સર્વે હાથધરાયો હતો. આ સર્વે બાદ જિલ્લામાં 92 લાખની રોડક સહાય ચૂકવાઇ છે. બીજીતરફ કોંગ્રેસ આક્ષેપ કર્યો છેકે, જિલ્લામાં હજી પણ કેટલાક અસરગ્રસ્તોએ સહાય માટે સ્થાનિક કક્ષો રજૂઆત કરી રહ્યા છે. પરંતુ અધિકારીઓ સરકારી નિયમો બતાવી અસરગ્રસ્તોને સહાય આપવામાં આનાકાની કરે છે.

અમદાવાાદ જિલ્લા પંચાયત તરફથી તાઉતે વાવાઝોડા બાદ હાથધરાયેલા સર્વેમાં 1255 મકાનોને નુકશાન દર્શાવાયુ છે. જેમાં ઓછુ નુકશાન થયું હોય તો 5 હજાર અને સંપૂર્ણ નાશ થનાર મકાન માલિકને 95,100 સુધીની સહાય ચૂકવાઇ છે. ધોળકામાં 3 અને ધંધુકામાં 1 મળી કુલ ચાર પશુઓના મૃત દર્શાવાયા છે. પશુઓમાં દુધાળા હોય તો રૂપિયા 30 હજાર સુધીની સહાય અને બકરા હોય તો મીનીમમ રકમ ચૂકવાઇ છે. આ સિવાય 339 કુટુંબને અને 1577 બાળકો સહિતના વ્યક્તિઓને રૂપિયા 60થી લઇ 100 સુધીની સરકારની ગાઇડલાઇન મુજબ રોકડ રકમની ચૂકવણી પણ કરાઇ છે. સૌથી વધુ રકમ ધોલેરામાં 46.16 લાખની રકમ અને ધોળકામાં 22.56 લાખની રકમ વિવિધ નુકશાની હેઠળ ચૂકવાઇ છે. સૌથી ઓછુ નુકશાન વિરમગામમાં થયું છે. દેત્રોજમાં એક રૂપિયાનું નુકસાન થયું નથી. જિલ્લા ડીડીઓ અરૂણ મહેશબાબુએ કહ્યું કે, વાવાઝોડા બાદ ત્વરિત સર્વે હાથધરાયો હતો.

કર્મચારીઓએ સતત ત્રણથી ચાર દિવસ સુધી સર્વે કરી જિલ્લામાં રિપોર્ટ સબમીટ કરી દીધો હતો. જે રિપોર્ટ સરકારમાં પણ મોકલી અપાયો હતો. રિપોર્ટમાં સામેલ તમામ અસરગ્રસ્તોને આવરી લેવાયા છે. હવે કોઇને સહાય ચૂકવાની બાકી રહેતી નથી. જિલ્લા કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છેકે, જિલ્લામાં રહેતા હજી કેટલાક ગરીબોને પૂરતી સહાય મળી નથી. નુકશાન ઓછુ દર્શાવવા અધિકારીઓ સરકારી નિયમો આગળ ધરી દેતા હતાં. ધોળકા, ધોલેરા અને સાણંદમાં વધુ નુકશાન થયું છે. દસક્રોઇ તાલુકામાં અસર થઇ છે. પરંતુ વાવાઝોડામાં પૂર્વ તૈયારીઓ હોવાથી ઓછુ નુકશાન થયું હોવાનું બતાવી સરકાર સમક્ષ સારી છબી ઊભી કરવા અધિકારીઓએ સરાકરી નિયમો બતાવી કેટલાક નુકશાનને ગણતરીમાં જ નહીં લેવાનો જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે અને આ અંગે ગાંધીનગર સુધી રજૂઆત કરી યોગ્ય ન્યાય આપવા માંગ કરી છે.

તાઉતે વાવાઝોડા અન્વયે ચુકવાયેલી સહાય

તાલુકોકુટુંબની સંખ્યાવ્યક્તિની સંખ્યારકમ (લાખમાં)સહાય ચુકવેલ મકાનોસહાયની રકમપશુમૃત્યુ કેશસહાયની કુલ રકમ
દસક્રોઇ1255301.361015.800
સાણંદ000588.9600
ધોળકા652971.7146722.5630.62
બાવળા21860.22682.9800
ધંધુકા301930.49501.6910.3
ધોલેરા24970.6249746.1600
વિરમગામ211130.59141.8500
માંડલ532610.720000
દેત્રોજ0000000
કુલ33915775.7112559040.92
અન્ય સમાચારો પણ છે...