તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Yes, We Are The 'culprits', Because Your Hai Is In The Interest Of The Rich And We Hear The Screams Of Five Patients Who Were Rushed To The Hospital ...

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ અગ્નિકાંડ મામલો:હા, અમે ‘ગુનેગાર’ છીએ, કારણ કે તમારા હૈયે એ ધનપતિઓનું હિત છે અને અમને હોસ્પિટલમાં ભડથું થઈ ગયેલા પાંચ દર્દીઓની મરણચીસો સંભળાય છે...

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: દેવેન્દ્ર ભટનાગર
 • કૉપી લિંક
ઉદય શિવાનંદ હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગમાં વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો - ફાઇલ તસવીર - Divya Bhaskar
ઉદય શિવાનંદ હોસ્પિટલના આઇસીયુમાં લાગેલી આગમાં વોર્ડ બળીને ખાખ થઈ ગયો હતો - ફાઇલ તસવીર

અમે ‘ગુનો’ કર્યો છે, સાડી સત્તરવાર ‘ગુનો’ કર્યો છે. જેમના માથા પર કોરોનાના પાંચ દર્દીઓના મોતનું કલંક છે એવા હોસ્પિટલના માલેતુજાર સંચાલકો માટે પોલીસ સ્ટેશનને ફાઇવસ્ટાર હોટેલમાં ફેરવવાના મિશન આડે આવવાનો ગુનો કર્યો છે. હા, અમે તમારા ‘ગુનેગાર’ છીએ, કારણ કે તમારા હૈયે એ ધનપતિઓનું હિત છે અને અમને હોસ્પિટલમાં ભડથું થઈ ગયેલા પાંચ દર્દીઓની મરણચીસો સંભળાય છે...

પોલીસે એફઆઇઆરમાં નોંધ્યું છે કે એમની ‘ગુપ્ત કામગીરી’ને ચાર રિપોર્ટરોએ ખુલ્લી પાડી છે, અમે કબૂલ કરીએ છીએ કે અમારા રિપોર્ટરો પોલીસ સ્ટેશનમાં ગયા. એમણે આરોપીઓની કડક પુછપરછ કરવાને બદલે તેમને VIP સગવડો આપવાની પોલીસ જે ગુપ્ત કામગીરી કરી રહી હતી એને નજરોનજર જોઈ. એ ગુપ્ત કામગીરીને ખુલ્લી પણ પાડી. ખરેખર તો પોલીસે જો પોતાની કામગીરી યોગ્ય રીતે બજાવી હોત તો અમારે આ કરવું જ ન પડત.

પોલીસ એફઆઇઆરમાં કહે છે કે ‘આરોપીઓ અહીંયા હોઈ તેમની જાનમાલની સલામતી માટે અમે તમને પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફી નહીં કરવા દઈએ.’ અમે પણ એ જ કહીએ છીએ કે તમને આરોપીઓના જાનમાલની ચિંતા સૌથી વધુ છે! પ્રજા અપેક્ષા રાખી રહી છે કે કસૂરવાર હોસ્પિટલ સંચાલકોને સજા થાય, એ પાંચ મૃતકોને ન્યાય મળે. અમને તમારો પ્રજાદ્રોહ મંજૂર નથી.

એફઆઇઆરમાં પોલીસે ટાંક્યુ છે કે રિપોર્ટરોએ કહ્યું કે ‘તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીશું.’ જો પોલીસ આરોપીઓના બચાવને પોતાનું કામ માનતી હોય તો એને ખુલ્લુ પાડવું, એક્સપોઝ કરવું એ અમારું કામ છે એટલે જ અમે અહીં ફરી કહીએ છીએ કે તમે તમારું કામ કરો અમે અમારું કામ કરીશું જ. હોસ્પિટલ અગ્નિકાંડના આરોપીઓને સહેજપણ તકલીફ પડે તો તમારું હૃદય દ્રવી ઊઠે છે અને એ હોસ્પિટલમાં સળગેલા પાંચ જણ માટે અમારી આંતરડી કકળી ઊઠે છે.

આરોપીઓને કેવી રીતે છાવરવા એને જો પોલીસ પોતાની ફરજ સમજતી હોય તો અમે એમની એ ફરજમાં રૂકાવટ કરી જ છે, આરોપીઓને વીઆઇપી સગવડો આપવી એ જો પોલીસની ફરજ છે તો એ જાહેર કરવી અને છાપવી એ અમારી ફરજ છે. અમારી ફરજ તમારી એ ‘ફરજ’ને આડે આવશે જ. તમારી પાસે આઇપીસીની ઢગલાબંધ કલમોનું હથિયાર છે. અમારી પાસે તો હાથમાં જે એક કલમ છે એનો જ સહારો છે. અમારી કલમ તમારી કલમોની ના કદી મોહતાજ હતી, ના કદી રહેશે. અમારી કલમ તમારી કલમોની સામે ન કદી ઝૂકી હતી, ન કદી ઝૂકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો