તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન વિભાગની આગાહી:આગામી ત્રણ દિવસ અમદાવાદમાં યલો એલર્ટ અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ, તાપમાન 42 ડિગ્રીએ પહોંચશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી વહેલી સવારે ઠંડી અને બપોરે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ભારે વધારો થઈ રહ્યો છે. તેની સાથે ગરમીનું પ્રભુત્વ પણ લોકોને અસર કરી રહ્યું છે. કોરોના સંક્રમણની સાથે ગરમી વધવાથી લોકોમાં વધુ ભય ફેલાયો છે. ત્યારે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ અમદાવાદમાં યલો એલર્ટ રહેશે તેવી આગાહી કરી છે. છેલ્લા બે ત્રણ દિવસથી શહેરમાં વહેલી સવારે ઠંડી અને બપોરે હિટવેવનો અનુભવ થઈ રહ્યો છે. તે ઉપરાંત રાજકોટમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચતા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે આગાહી કરી
હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની કોઈ સંભાવનાઓ નથી. આગામી 8 અને 9 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હિટવેવની અસર દેખાશે. જ્યારે અમદાવાદમાં આગામી 3 દિવસ દરમિયાન 42 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ ગરમીમાં વધારો થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ગરમીને કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે ( ફાઈલ ફોટો)
ગરમીને કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે ( ફાઈલ ફોટો)

લોકો બપોરે બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે
શરુઆતના દિવસોમાં જ તાપમાન 30થી 35 ડિગ્રીએ પહોંચી જતાં શિયાળાની વિદાય સાથે જ જાણે એકાએક ગરમી વધી ગઈ હોય તેવો અનુભવ નાગરીકોને થઈ રહ્યો છે.દિવસ દરમિયાન ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ પહોંચી જતો હોવાથી શહેરીજનોને તેની અસર સવારે 11 વાગ્યાથી વર્તાવા લાગી છે.જો,કે મોટાભાગના નાગરીકો કોરોના અને ગરમીને કારણે શરુઆતમાંજ કામકાજ પતાવીને બપોરના આકરા તાપમાં ઘર બહાર નીકળવાની ટાળી રહ્યાં છે. અલબત્ત દિવસે ભેજનું પ્રમાણ જળવાઈ રહેતુ હોવાથી બપોરે બહાર નિકળતા લોકોનો પરસેવો છુટી જાય છે.

ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે ( પ્રતિકાત્મક તસવીર)
ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે ( પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં 8 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ
ગુજરાતમાં 8 શહેરમાં 41 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 42.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. જ્યારે અમદાવાદમાં વર્તમાન સિઝનમાં પ્રથમવાર પારો 41 ડિગ્રીને પાર જતાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તરપશ્ચિમ દિશાનો પવન છે. આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ આ પછીના બે દિવસ દરમિયાન તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે.

ગરમી વધવાથી લોકોને બહાર નિકળતાં જ ડર લાગવા માંડ્યો
ગરમી વધવાથી લોકોને બહાર નિકળતાં જ ડર લાગવા માંડ્યો

સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો