સોશિયલ મીડિયાના માધ્યમથી અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતી સુરેન્દ્રનગરના 32 વર્ષીય યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં બંન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ બાદ યુવક યુવતીને ઘરેથી ભગાડીને રાજસ્થાન લઈ ગયો હતો અને 2 દિવસ સુધી અલગ અલગ હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરી ત્યાંથી જ ફરાર થઈ ગયો હતો. જોકે યુવતી જેમ-તેમ કરીને અમદાવાદ પોતાના ઘરે પરત આવી હતી. બાદમાં તેણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી યુવકની શોધખોળ હાથ ધરી છે.
સોશિયલ મીડિયામાં સંપર્ક બાદ પ્રેમસંબંધ બંધાયો હતો
અમદાવાદના નિકોલમાં 18 વર્ષીય યુવતી તેના પરીવાર સાથે રહીને અભ્યાસ કરે છે. યુવતી પાંચ મહિના પહેલા સુરેન્દ્રનગર ખાતે રહેતા 32 વર્ષીય યુવકના સંપર્કમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આવી હતી. તેઓની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. યુવકે સારી-સારી વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. બાદમાં યુવતીએ તેનો મોબાઈલ નંબર યુવકને આપ્યો હતો. ત્યારબાદ તો યુવતી તેના પરીવારથી છુપાઈ-છુપાઈને રાત દિવસ યુવક સાથે વાતો કરવા લાગી હતી.
ફરવા લઈ જવાના બહાને યુવકે યુવતીને બોલાવી હતી
યુવકે યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મુકી હતી અને ઘરે કોઈને આ અંગેની જાણ ન કરવાનું જણાવ્યું હતું. જેથી યુવતીએ આ અંગે કોઈને જાણ કરી ન હતી. બાદમાં આ યુવકે યુવતીને ફોન કરીને તને લેવા માટે આવું છું અને તને ફરવા લઈ જાવ છું તેમ કહ્યું હતું. જેથી યુવતી અભ્યાસના કામ અર્થે ઘરેથી બહાર નિકળીને યુવકને મળી હતી.
કામ હોવાથી આવું કહીંને યુવક જતો રહ્યો
યુવક યુવતીને રાજસ્થાન લઈ ગયો હતો. બાદમાં અલગ અલગ હોટલમાં યુવતીને લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જોકે યુવતીએ પ્રતિકાર કર્યો ત્યારે યુવકે તારી સાથે લગ્ન કરી લઈશ તેવી વાતોમાં ભોળવીને દુષ્કર્મ આચરતો રહ્યો હતો. બે દિવસ રાજસ્થાનમાં રહ્યા બાદ યુવકે મારે કામ હોવાથી હું આવું છું તેમ કહીને હોટલમાંથી નીકળ્યો હતો અને સાંજ સુધી પરત આવ્યો ન હતો. જેથી યુવતીએ આ યુવકની શોધખોળ કરી પરંતુ તે મળી આવ્યો હતો.
રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં બેસીને યુવતી ઘરે પરત ફરી
યુવતી ગભરાઈ ગઈ હતી. બાદમાં તે રાજસ્થાનથી અમદાવાદ આવતી બસમાં બેસીને પોતાના ઘરે આવી હતી અને રડતા રડતા તેણે તેની સાથે થયેલી ઘટના તેના માતા-પિતાને કરી હતી. આ સાંભળીને માતા-પિતાના કહેવાથી યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.