તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ઝેવિયર્સ લોયલા સ્કૂલ સ્ટેશનરી વેચતી હોવાની DEOને ફરિયાદ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને સ્કૂલમાંથી જ ખરીદીની ફરજ પડાતી હોવાનો આક્ષેપ

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં સ્ટેશનરી વેચીને આર્થિક પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ શહેર ડીઇઓમાં થતાં તપાસનો આદેશ અપાયો છે. વાલીઓએ આક્ષેપ કર્યો છે કે અમુક સ્ટેશનરીની જરૂર ન હોવા છતાં સ્કૂલ તે ખરીદવા ફરજ પાડે છે.

સરકારે તમામ સ્કૂલો માટે આદેશ કર્યો હતો કે, સ્કૂલ કેમ્પસમાં કોઇપણ પ્રકારની કોમર્શિયલ પ્રવૃત્તિ થઈ શકશે નહીં. વાલી મંડળે ડીઇઓને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સેન્ટ ઝેવિયર્સ લોયલાએ સ્કૂલ કેમ્પસમાં બુક સ્ટોલ છે જેને ભાડે અપાયો છે. આ સ્ટેશનરીની દુકાનમાં ખુબ ઉંચા ભાવે પ્રાઇવેટ પબ્લિકેશનના પુસ્તકોનું વેચાણ કરાય છે. સ્કૂલના બાળકોને ફરજિયાત રીતે સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરાય છે, જો વાલી ન ખરીદે તો તેઓને લિવિંગ સર્ટિ લેવા સુધીનું દબાણ કરાય છે.

સ્કૂલ કસૂરવાર હશે તો પગલા લેવાશે
અમદાવાદ શહેર ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ કહ્યું- વાલીની ફરિયાદ મળી છે કે સ્કૂલમાં પુસ્તકોનું કોમર્શિયલ રીતે વેચાણ થાય છે. અમે અમારી ઓફિસના અધિકારીઓને આ મુદ્દે તપાસ સોંપી છે. સ્કૂલમાં કોઇ કોમર્શિયલ પ્રવૃત્તિ હશે તો ચોક્કસથી પગલા લેવાશે.

સ્ટોલ સાથે સ્કૂલને કોઇ લેવા દેવા નથી
સેન્ટ ઝેવિયર્સ લોયલાના સંચાલક ફાધર ઝિવયર્સ અમલરાજે કહ્યું- સ્ટોલને 11 મહિનાના ભાડે આપ્યો છે, સ્કૂલને સ્ટોલ સાથે કોઇ લેવા દેવા નથી. સ્ટોલની આવકમાંથી સ્કૂલને કોઇ જ લાભ થતો નથી.

અન્ય સમાચારો પણ છે...