ડ્રગ્સના વધતા દુષણને લઈને લોકોમાં જાગૃતિ આવે તે માટે કોંગ્રેસ તથા NSUIના કાર્યકરો દ્વારા ડ્રગ્સ વિરોધી પદયાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે ગધેડા ઉપર એક સંદેશો " હું ગધેડો છું ! હું ડ્રગ્સ લેતો નથી " ચોંટાડી પદયાત્રા કાઢવામાં આવી હતી.
આજે જમાલપુર ખાતે ડ્રગ્સ વિરોધી સત્યાગ્રહ મુહિમ હેઠળ જમાલપુરના પૂર્વ કાઉન્સિલર અને લઘુમતી વિભાગના રાષ્ટ્રીય સચિવ શાહનવાઝ શેખની આગેવાનીમાં ‘નો ડ્રગ્સ’ અવેરનેસ માટે જમાલપુર વિસ્તારમાં રાયખડ રાજ હોસ્પિટલથી હેદરી મેદાન થઈ, જમાલપુર ચકલાથી રિયાઝ હોટલ સુધી પદયાત્રા યોજી હતી.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જાહેર જનતામાં એમ ડ્રગ્સ , કોરેક્સ સીરપ , પેટ્રોલના ડૂચા, સોલ્યુશનની ટ્યૂબ જેવા નશીલા પદાર્થોનું વેચાણ તેમજ ગ્રહણ સ્વાસ્થ્ય માટે તેમજ પરિવાર માટે ઘાતકી છે, તેમજ સમાજ માટે કલંક સમાન છે. આ પદયાત્રામાં શાહનવાઝ શેખ સાથે લઘુમતી સમાજના આગેવાનો, તેમજ યુથ કોંગ્રેસ, NSUIના કાર્યકરો તથા સ્થાનિક આગેવાનો સામેલ હતા. જેઓનું મુખ્ય લક્ષ્ય આ MD ડ્રગ્સ સમાજ માટે કેટલો ઘાતકી છે તેવો સંદેશો આપવાનું હતું.
આ સિવાય અમદાવાદ શહેર તેમજ ગુજરાત પ્રદેશના જુદા જુદા વિસ્તારોમાં આ મુહિમ ભવિષ્યમાં ચલાવવામાં આવશે. તેમજ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારમાં ગુજરાત પ્રદેશના દરેકે દરેક જિલ્લા નશામાં સંકળાયેલા યુવાનો તેમજ નગરજનો માટે રિહેબ સેન્ટર ની માગણી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.