ભાસ્કર એક્સક્લૂઝિવ:સોનાની શાહીથી લખાઈ રહ્યું છે ‘જૈન સાહિત્ય’, 800 વર્ષ સુધી સુરક્ષિત રહેશે; અત્યાર સુધી 100 ગ્રંથ લખ્યાં

અમદાવાદએક મહિનો પહેલાલેખક: પુનિત ઉપાધ્યાય
 • કૉપી લિંક
શણમાંથી બનેલા કુદરતી કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે - Divya Bhaskar
શણમાંથી બનેલા કુદરતી કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે
 • 2 પેજ લખવામાં 1 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવે છે
 • ભગીરથ કાર્ય માટે ગુરુકુળના વિદ્યાર્થીઓને ખાસ તાલીમ અપાઈ
 • અમદાવાદમાં હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં 12 વર્ષથી કાર્ય ચાલી રહ્યું છે
 • શણમાંથી બનેલા કુદરતી કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો છે
 • છેલ્લાં 12 વર્ષમાં સોનાની શાહીથી 100 જેટલા ગ્રંથ લખાયા, ચાંદીની તેમજ અન્ય શાહીથી ગ્રંથો લખાય છે

જૈન સાહિત્યના દુર્લભ વારસાના જતન માટે અમદાવાદમાં ઐતિહાસિક કામગીરી ચાલી રહી છે. શહેરમાં સાબરમતી વિસ્તારમાં આવેલી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં જૈન સાહિત્યના દુર્લભ ગ્રંથોના પુન:લેખનનું કાર્ય ચાલી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ગ્રંથો શણમાંથી બનેલા કુદરતી કાગળો પર સોનાની શાહીમાં બોળીને મરોડદાર અક્ષરોમાં લખવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કરે આ પરિસરની મુલાકાત લઈને કામગીરીની જાણકારી મેળવી હતી. આગમ ગ્રંથોને સોનાની ચાંદીની તેમજ અન્ય શાહીથી એટલે લખાય છે કે જેથી આ અમૂલ્ય ગ્રંથો 800 વર્ષ સુધી ટકી શકે. જૈન ગ્રંથો ઉપરાંત અન્ય હિન્દુ ગ્રંથોને પણ અહીં આ રીતે લખાય છે. તાલિમ પામેલ લોકો અને ગુરુકૂળના વિદ્યાર્થીઓ પણ આ કામ કરે છે. અત્યાર સુધીમાં 1 હજાર જેટલા ગ્રંથો વિવિધ શાહીથી લખાયા છે જેમાં 100 જેટલા ગ્રંથોના 4 હજાર કરતાં વધારે પેજ સુવર્ણ શાહીથી લખાયા છે. અમદાવાદ ઉપરાંત મુંબઈ, કાનપુર, પાલડી ખાતે પણ આ રીતે વિવિધ શાહીથી ગ્રંથોને ફરી લખાવાઈ રહ્યાં છે.

 • 52 શ્લોક લખવા 1 ગ્રામ સોનાનો ઉપયોગ થાય છે
 • અત્યાર સુધીમાં રૂ. 1.35 કરોડનું સોનુ વપરાયું
 • અત્યાર સુધીમાં 5 હજાર પેજ લખાયાં, જેમાં અઢી કિલો સોનું વપરાયું.

ગુરુકુળના વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતો મરોડદાર અક્ષરોમાં લખે છે
100 ગ્રંથોના 4 હજાર પેજ સુવર્ણ શાહીથી લખાયા છે. આ કામગીરી માટે ગુરુકુળના વિદ્યાર્થીઓને ખાસ તાલિમ અપાઈ છે. નિષ્ણાંતો પણ તેમાં સામેલ છે.

આ રીતે તૈયાર થાય છે સોનાની શાહી
સોનાની પ્લેટને ભઠ્ઠીમાં ગરમ કરીને તેને ટીપવામાં આવે છે. પછી તેમાંથી સોનાનો વરખ તૈયાર થાય છે અને તેને ગમ અ્ને પાણી સાથે મેળવીને પીસવામાં આવે છે. પછી તેને કપડાથી ગાળી લેવામાં આવે છે. ગુરૂકુળમાંથી મળેલી જાણકારી પ્રમાણે 1 ગ્રામ સોનાની શાહીથી 28 બાય 15 સેમીના બે નેચરલ પેપર ઉપર 52 શ્લોક લખી શકાય છે.

ગ્રંથ લખવા માટે જ્યૂટમાંથી બને છે પેપર અને બરુના ઘાસમાંથી કલમ તૈયાર થાય છે

 • જ્યૂટ નામના ઘાસના માવામાંથી નેચરલ પેપર તૈયાર થાય છે. આવા 50 કિલો પેપરને તૈયાર કરવામાં 3 માણસો રોજ 10 કલાક કામ કરે છે. આ કાગળનું આયુષ્ય 800 વર્ષ હોય છે.
 • પેપરને ગ્લોસી બનાવવા માટે ખંભાતના અકિક પથ્થરનો ઉપયોગ થાય છે જે કાગળ પર ઘસવામાં આવે છે જેમ જેમ ઘસાય તેમ તેમ તે પેપર ગ્લોસી બને છે.

1500 વર્ષ પહેલાં વલ્લભીપુરમાં એકત્રિત 500 આચાર્યોએ શાસ્ત્રો લખવાનું કાર્ય શરૂ કર્યું હતું
છેલ્લા 12 વર્ષથી આ પાઠશાળા પરિસરનાં વિભાગમાં પ્રાચીન ગ્રંથોને ફરીથી લખવાનું કામ ચાલે છે. મહાવીર સ્વામી નિર્વાણને 2600 વર્ષ થયાં અને ઈતિહાસ તરફ નજર કરીએ તો 1500 વર્ષ પહેલાં વલ્લભીપુરમાં 500 આચાર્યો એકત્ર થયા હતાં અને આ શાસ્ત્રો લખવાનું કાર્ય શરૂ કર્યું હતું. ભાવિ પેઢી સુધી વારસો પહોંચે એ માટે આ કાર્ય ચાલે છે. - જિતેન્દ્ર બાલર ,વા.પ્રેસિડેન્ટ, હેમચન્દ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા

અન્ય સમાચારો પણ છે...