તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMને પત્ર:કોરોના કાળમાં વાહનો તો ઠીક ઘર પણ વેચાઈ ગયાં, ટેક્સ અને પાસિંગમાં રાહત આપવા સ્કૂલ વર્ધી એસો.ની વડાપ્રધાન સમક્ષ માંગ

અમદાવાદએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • ઘરના હપ્તા, વાહનોના હપ્તા અને બાળકોની ફી કેવી રીતે ભરવી? મુખ્યમંત્રીને રજુઆત કરી પણ પ્રશ્નોનો નિકાલ આવતો નથી.

કોરોના મહામારીને કારણે વેપાર ધંધાને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કોરોના કાળમાં છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો બંધ હતી. હવે સ્કૂલો અનલૉક થઈ રહી છે. સ્કૂલોમાં ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે. પરંતુ બાળકોને સ્કૂલે લઈ જનારા સ્કૂલ વાહન ચાલકોની હાલત કફોડી બની છે. તેઓ માર્ચ 2020થી જ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યાં છે. ત્યારે સ્કૂલ વર્ધી એસોસિયશનન દ્વારા વડાપ્રધાનને પત્ર લખીને વાહન પાસિંગ અને ટેક્સમાં રાહત આપવા માંગણી કરવામાં આવી છે.

સ્કૂલો બંધ હતી ત્યારથી વાહન ચાલકોની આવક બંધ
માર્ચ -2020 થી સ્કૂલ બંધ હોવાથી સ્કૂલ વાહન ચાલકોની આવક બંધ છે. તેઓ ઘરનું ગુજરાન,ઘરના હપ્તા,વાહનોના હપ્તા તેમજ બાળકોની ફી ભરવી વગેરે પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. સ્કૂલ વાહન ચલકોમાંથી કેટલાક વાહન ચાલકોએ વાહન પણ વેચી દીધા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા તેમના માટે બજેટ ફાળવવા વિનતી કરી છે. ઉપરાંત ડ્રાઇવર માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી કરી છે અને સ્કૂલ વર્ધીના વાહનોને ટેક્સ તેમજ પાસિંગ વિના મૂલ્યે કરી આપવા વિનંતી કરી છે.

વડાપ્રધાનને પત્ર લખીને રજુઆત કરી
વડાપ્રધાનને પત્ર લખીને રજુઆત કરી

સ્કૂલ વર્ધી વાળાઓની હાલત કફોડી બની
આ અંગે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કોરોના શરૂ થયો ત્યારથી અમારી હાલત કફોડી બની છે. આવક બંધ થઈ જતાં ગુજરાન ચલાવવા કેટલાક લોકોએ વાહન વેચ્યા,કેટલાકે મકાન વેચ્યા પરંતુ હવે સ્થિતિ વધુ કપરી બની છે. ત્યારે આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા સહાય આપવા વિનંતી છે. વડાપ્રધાન તથા ગૃહમંત્રીને પત્ર લખીને અમારા માટે બજેટ ફાળવી સહાય આપવા વિનંતી કરી છે.