‘હું જ્યારે સ્કૂલમાં હતી ત્યારે માતાથી અવકાશ અને અવકાશયાત્રી વિશે અનેક સવાલો પૂછતી હતી. ડૉ. કલામના પુસ્તક વિંગ્સ ઑફ ફાયરે પણ મને એરોસ્પેસ એન્જિનિયરમાં જવા માટે પ્રેરિત કરી.’ અમેરિકાની અવકાશ સંસ્થા નાસાની જેટ પ્રોપલ્શન લેબમાં સ્પેસ સિસ્ટમ એન્જિનિયર પ્રિયંકા શ્રીવાસ્તવે આ વાત IIT ગાંધીનગરના ‘ક્યુરિયોસિટી લેબ’ કેમ્પમાં વિજ્ઞાનના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને કહી. તેઓ આ ઇવેન્ટમાં ઑનલાઇન ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિયંકા જણાવે છે કે, તેઓએ કલ્પના ચાવલા પર અનેક જાણકારી એકત્ર કરી અને મોટા થઇને તેમની જ જેમ અવકાશયાત્રી બનવાનો નિર્ધાર કર્યો. તેઓએ વિદ્યાર્થીઓને સવાલ પૂછવામાં ક્યારેય ના અચકાવવાની સલાહ આપી હતી. જેમ-જેમ સવાલ પૂછાશો, તેમ તેમ તમે પદ્વતિસર તેને પૂછવાની પેટર્ન જાણી શકશો. તે સાથે જ શીખવાની પ્રક્રિયા દરમિયાન તમારા સ્ટ્રોન્ગ અને વીક પોઇન્ટની નોંધ રાખવી જોઇએ જેથી ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તે જાણી શકો.
સેશનમાં ઇન્ડિયન નેશનલ સાઇન્સ એકેડમી ચંદ્રિમા સાહાએ કહ્યું કે, વિદ્યાર્થીઓ પાસે અનેક સવાલ હોવા જોઇએ, જે સમાધાન શોધવા માટે પ્રેરિત કરે. જે વિષય પસંદ હોય તેમાં જીજ્ઞાસા હોવી જરૂરી છે. કારણ કે જીજ્ઞાસા જ મગજને વધુ સક્રિય રાખે છે. શાહે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે, જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારે તેમના પિતાએ ટેલિસ્કોપ ખરીદીને આપ્યું હતું. તેનાથી તેમના મનમાં અંતરિક્ષ અને ગ્રહોને લઇને જીજ્ઞાસા જાગી. આ જ ઉત્સુકતાએ તેમને એસ્ટ્રોનોમીમાં જોડાવવા માટે પ્રેરિત કર્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.