તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના VCની નિયુક્તિ સામે HCમાં રીટ, લાગવગ હોવાથી માત્ર B.Sc. પાસની નિમણૂક કરી હોવાનો આરોપ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં માત્ર બી.એસ.સી પાસને વાઇસ ચાન્સેલર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે તેની સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામક અને કાર્યકારી કુલપતિ તરીકે 70 વર્ષના હર્ષદ શાહની અપૂરતી લાયકાત હોવા છતા નિમણૂક કરાઇ હોવાની અરજીમાં રજૂઆત કરાઇ છે. યુનિવર્સિટીના નિયમો અનુસાર લાયકાત ધરાવતા કુલપતિની નિમણૂક કરવા દાદ માગાવામાં આવી છે. આ અંગે સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

વિશાલ પટેલ તરફથી એડવોકેટ સુધાંશુ ઝાએ અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, સરકાર દ્વારા સ્થાપિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં લાંબા સમયથી યુજીસીના નિયમો અનુસાર પૂરતી લાયકાત ધરાવતા કુલપતિની નિમણૂક કરાઇ નથી. હાલમાં જે કાર્યકારી કુલપતિ હર્ષદ શાહને નિયુકત કર્યા છે તેમની ઉંમર પણ 70 વર્ષ છે. સરકારી નોકરીના ધારાધોરણો કરતા તે વિપરીત છે. હર્ષદ શાહ અગાઉ યુનિવર્સિટીના કુલપતિ તરીકેની એક ટર્મ ભોગવી ચૂક્યા છે.ફરીથી યુનિવર્સિટી એકટની જોગવાઇઓનો ગેરલાભ લઇને લઘુલાયકાત ધરાવતા વ્યકિતને 2019થી મહાનિયામક( ડાયરેકટર જનરલ) તરીકે નિયુકત કર્યા છે. તેમની શૈક્ષણિક લાયકાત, ઉંમર અને અનુભવ ત્રણેય યુજીસીના નિયમોનો ભંગ કરે છે.

તેમ છતાં સરકાર તેમની નિમણૂક કરી છે જે ગેરકાયદેસર છે તેમને હટાવીને યુજીસીના નિયમો અનુસાર વ્યકિતની નિમણૂક કરવા દાદ માગવામાં આવી છે. લાયકાત વગરના કુલપતિને લીધે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થઇ રહ્યા હોવાની રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...