તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તબીબો હાઇકોર્ટના દ્વારે:કોરોના ડ્યૂટી ન કરનાર બોન્ડેડ તબીબો વિરુદ્ધ FIR કરવાના નિર્ણય સામે રિટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાની ડ્યૂટી ફરજિયાત આપવા સામે 251 તબીબો હાઇકોર્ટમાં ગયા
  • માત્ર સરકારી કોલેજમાં ભણતા તબીબોને જ સરકાર કેમ કોવિડની ડ્યૂટીની ફરજ પાડે છે
  • નેશનલ મેડિકલ કાઉન્સિલ સમક્ષ પણ નિયમો ઘડવા રજૂઆત

ગુજરાતના 251 પોસ્ટ ગ્રેજયુએટ તબીબોએ કોરોનાની ફરજીયાત ડયુટી આપવાના અને તેમની સામે એફઆઇઆર કરવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો છે. જેમાં એવી રજુઆત કરી છે કે, કોરોનાના વધતા જતા કેસમાં મેડીકલ ઇમરજન્સીને પહોચી વળવા માટે સરકારે બોન્ડેડ તબીબોને ફરજીયાત કોરોનાની ડયુટીમાં લેવાનો નિર્ણય કર્યો છે. જો તબીબો ડયુટી કરવાની ના પાડે તો તેમની સામે એફઆઇઆર કરવાનો નિર્ણય ગેરકાયદેસર છે. સરકારનો આ નિર્ણય રદ થવો જોઇએ.

કોરોનાની બીજી લહેર દરમ્યાન સરકારે રાજયભરમાંથી 1415 સુપર સ્પેશ્યાલીટી તબીબોને કોરોનાની સારવાર માટે બોલાવ્યા હતા. તે પૈકી 1000 તબીબો ફરજ પર હાજર થયા નહોતા. જેના કારણે હેલ્થ કમિશનરે 20મી જુને કોર્પોરેશનના હેલ્થ ઓફિસરોને એપેડોમીક ડીસીસ એક્ટ,1897 હેઠળ સરકારના આદેશનું પાલન નહી કરનારા 799 તબીબો સામે પોલિસ ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો.અને બીજા દિવસે 21મી જુને સરકારે આવા તબીબોને બોન્ડ સરકારમાં જમા કરાવવા આદેશ કર્યો હતો.

તબીબોએ નેશનલ મેડીકલ કાઉન્સીલ પાસે આ અંગેના નિયમો પણ ઘડવા દાદ માગી છે. કેટલાક તબીબો બોન્ડ સરકારમાં પરત આપવા પણ તૈયાર છે પરતું સરકાર બોન્ડ પરત લેતી નથી. તબીબ અને સરકાર વચ્ચે થયેલા કરારમાં પણ આવી કોઇ શરતો જણાવી નથી તેથી સરકાર તેની ફરજ પાડી શકે નહી તેવી રજુઆત કરાઇ છે. બોન્ડની રકમના નામે તબીબો પાસે વધારાના કામો કરાવી શકે નહી તેવી રજુઆત કરવામા આવી છે. બોન્ડ પરત લેવાનો ઇન્કાર કરીને સરકાર તબીબો પાસે ફરજ પાડે છે તે બંધારણના અનુચ્છેદ-23નો ભંગ સમાન છે. સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોને બોન્ડના નામે ફરજીયાત કોરોનાની ડયુટી કરાવી શકાય નહી. તબીબો સામે પોલિસ ફરિયાદ કરવાનો સરકારનો નિર્ણય ગેરકાયદેસર છે. અરજી પરની સુનાવણી આગામી સોમવારે હાથ ધરાય તેવી શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...