અમદાવાદ- કર્ણાવતી યુનિવર્સિટીમાં ચાલી રહેલા અમદાવાદ ડિઝાઈન વીકના બીજા દિવસે નાસા (NASA)ના પૂર્વ વ્હાઈટ હાઉસ લાયસન અને ક્લિનિકલ પ્રોફેસર ઓફ સ્પેસ લીડરશિપ ડૉ. ગ્રેગ ઓટ્રીએ સ્પેસ ડિઝાઈન અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) વિશે રસપ્રદ વાત શેર કરી હતી. તેમણે પોતાની વાતની શરૂઆતમાં જાણીતા પેઈન્ટર પાબ્લો પિકાસોના ક્વોટ ‘ગુડ ડિઝાઈનર બોરો એન્ડ બેસ્ટ ડિઝાઈનર સ્ટીલ’થી કરી હતી.
આજના યુગના ડિઝાઈનર્સે અન્ય ડિઝાઈનમાંથી પ્રેરણા લેવામાં સંકોચ રાખવો ના જોઈએ. બસ તે ડિઝાઈનમાંથી પ્રેરણા મેળવીને મેળવીને તેમાંથી અલગ પ્રોડક્ટ તૈયાર કરવી જોઈએ. સ્પેસ સાયન્સની વાત કરીએ તો રશિયા, ચીન કે યુ.એસ. દરેકના સ્પેસ ઓર્ગેનાઈઝેશને ક્યાંકને ક્યાંક તેમના રોકેટ્સની ડિઝાઈન કોપી કરી હોય તેમ જણાય છે. પણ તેમણે ઈન્સ્પિરેશન લઈને પોતાના રોકેટ્સને વધુ ઈમ્પ્રુવ કર્યા છે.
ડિઝાઈનની કોસ્ટ ઈફેક્ટ પર વાત કરીએ તો ISROની કોસ્ટ ઈફેક્ટિવ ડિઝાઈન્સથી વિશ્વના સાયન્ટિસ્ટ ખૂબ પ્રભાવિત થયા છે. સ્પેસ રિસર્ચની વાત કરીએ તો વિશ્વના દરેક દેશોના વિકાસ માટે સ્પેસ રિસર્ચ ખૂબ અગત્યનો ભાગ બની ગયો છે અને દરેક દેશ પોતાની રીતે સ્પેસ રિસર્ચમાં વિવિધતા દર્શાવી રહ્યું છે.
બીજા દેશોથી પ્રભાવિત થવાને બદલે દેશમાં અવેરનેસ જરૂરી છે : આનંદ ઝા
બીજા દિવસે એક પેનલ ડિસ્કશનનું આયોજન કરાયુ હતુ. જેમાં વિવિધ ફિલ્ડના લોકો જેવાકે સિસ્ટમ ડિઝાઈનર યાકુપ બાયરાક, મીકોના ચીફ ડિઝાઈન ઓફિસર આનંદ ઝા, ઓરેગોન ટૂલના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ડેવિડ કુસુમા અને સેપિયન્ઝ ડિઝાઈન રિસર્ચના ડિરેક્ટર લોરેન્ઝો એમ્બેસીએ ફ્યુચર ફોકસ ઓફ ડિઝાઈન વિષય પર પોતપોતાની વાત રજૂ કરી હતી. આનંદ ઝાએ જણાવ્યું કે, હવે ભારતમાં એનઆઈડી જેવી ડિઝાઈન ઈન્સ્ટિટ્યૂટની સામે બીજી ઘણી ઈન્સ્ટિટ્યુટ્સ ઊભી થઈ છે પણ હવે તે પ્રકારની ઈન્સ્ટિટ્યુટ્સને સસ્ટેન કરી શકાય તેવા કામો કરવાની જરૂર છે. ડિઝાઈન ક્ષેત્રે આપણે બીજા દેશોથી પ્રભાવિત થવા કરતા આપણા જ દેશના લોકોમાં અવેરનેસ લાવવાની જરૂર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.