તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અમદાવાદમાં મણિનગર ખાતે કુમકુમ મંદિર દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહીં. - Divya Bhaskar
વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહીં.
  • એક વૃક્ષ 50 વર્ષની અંદર 15.70 લાખ રુપિયાનો ફાયદો કરી આપે છેઃ સાધુ પ્રેમવત્સલદાસજી
  • આનંદપ્રિયદાસજી સ્વામીએ વૃક્ષોનું સંવર્ધન કરવાની સૌને અપીલ કરી.

અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ કુમકુમ મંદિર ખાતે આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. 100 વર્ષની ઉંમર ધરાવતા આનંદપ્રિયદાસજીએ સૌને વૃક્ષો વાવી તેનું પોષણ કરવા અપીલ કરી હતી.

પર્યાવરણના જતન માટે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ
પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે આપણી સહુની ફરજ છે કે પર્યાવરણનું જતન કરવું જોઈએ. પર્યાવરણના જતન માટે વૃક્ષોનો ઉછેર કરવો જોઈએ. ક્યારેય પણ વૃક્ષનું ઉચ્છેદન ના કરવું જોઈએ. એક ઝાડનું મૂલ્ય ઓછામાં ઓછું 15.70 લાખ રુપિયાનું થાય છે. તેમ કલકત્તાની ઈન્ડીયન સાયન્સ કોલેજ દ્વારા સર્વે પણ કરવામાં આવેલ છે. વૃક્ષો હશે તો વરસાદ પણ વધુ પડશે તેથી આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ. આપણે ખાસ એક સૂત્ર યાદ રાખવા જેવું છે કે,વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન નહીં.

આજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે
આજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે

વૃક્ષો આપણને ઓક્સીજન આપે છે
વૃક્ષો આપણને ઓક્સીજન આપે છે. તેથી આપણે અવશ્ય વૃક્ષો ઉગાડવા જોઈએ. આપણે સૌ કોઇને ખ્યાલ છે કે કોરોના વાયરસની બીજી લહેર આવી ત્યારે ઓક્સિજન માટે કેટલાય માણસોને લાઈનમાં ઉભુ રહેવું પડતું હતું. ઓક્સિજનની એક બોટલની કિંમત કેટલી છે તે આપણને ત્યારે સમજાઈ હતી.અત્યારે પણ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે કેટલાય પ્લાન્ટ નાખવાનું ચાલુ છે.

સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે
આજથી બસો વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પણ વૃક્ષોનું જતન કર્યું છે. સ્વામિનારાયણ ભગવાન જ્યારે વનવિચરણ કરતાં હતા ત્યારે તેમને કેટલાક વૈરાગીઓએ વનસ્પતિ ઉખેડવાનું કહ્યું, નહિ ઉખેડો તો મારીશું, તેમ બીક પણ બતાવી, છતાંય તેમણે વનસ્પતિ ઉખેડી ન હતી. સ્વામિનારાયણ ભગવાને ધર્મગ્રંથોમાં પણ વૃક્ષો ઉગાડવા અને બાગ બગીચા કરાવવાની પોતાના આશ્રિતોને સોનેરી સલાહ આપી છે.તો આપણે વૃક્ષો વાવવા જોઈએ,તેનું જતન અવશ્ય કરવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...