મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:વિશ્વ પર્યાવરણ દિવસ, રાજ્યમાં ધો.12 સામાન્ય પ્રવાહના 86.91 ટકા પરિણામે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો

એક મહિનો પહેલા

નમસ્કાર,

આજે રવિવાર છે, તારીખ 5 જૂન, જેઠ સુદ- છઠ્ઠ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) વિશ્વ પર્યાવરણ દિવસ, મહેસાણામાં 11 મિનિટમાં 11000 વૃક્ષનું વાવેતર કરી વર્લ્ડ રેકોર્ડ રચાશે

2) આજે સીઆર પાટીલ રાજકોટમાં, સમૂહલગ્ન કાર્યક્રમમાં હાજરી આપશે

3) રાજ્યની રાજકીય-સામાજિક પરિસ્થિતિ મુદ્દે આજે અમદાવાદમાં સીએમની બેઠક

4) PM મોદી આજે વૈશ્વિલ પહેલ 'લાઈફ મૂવમેન્ટ'નો શુભારંભ કરાવશે, કાર્યક્રમમાં બિલ ગેટ્સ અને વર્લ્ડ બેન્કના અધ્યક્ષ પણ ભાગ લેશે

5) ​​​​​​​ભાજપના MLA અને મંત્રીઓનો ગુજરાતની 182 વિધાનસભા વિસ્તારના પ્રવાસનો અંતિમ દિવસ

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) ધો.12 સામાન્ય પ્રવાહના 86.91 ટકા પરિણામે 12 વર્ષનો રેકોર્ડ તોડ્યો, છોકરાઓ કરતાં છોકરીઓનું પરિણામ 5% વધુ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આજે સવારે આઠ વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે. આ વર્ષે 86.91 ટકા પરિણામ આવ્યું છે. આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 4 લાખ 22 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ વખતે ડાંગ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 95.41 ટકા અને વડોદરા જિલ્લાનું સૌથી ઓછું 76.49 ટકા પરિણામ આવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

2) હાર્દિકના 'પાસ’ના સાથીએ કહ્યું, હાર્દિકને કારણે સમાજ નહીં, પણ સમાજને કારણે હાર્દિક હતો: PAAS)ના કાર્યકર જગદીશ પટેલ

અમદાવાદમાં 25 ઓગસ્ટે GMDC ગ્રાઉન્ડમાં પાટીદાર અનામત આંદોલન મુદ્દે અસંખ્ય પાટીદારો ભેગા થયા હતા. આ દરમિયાન સમગ્ર કાર્યક્રમની પોલીસ પરમfશન મેળવનાર હાર્દિક પટેલના સાથી અને ‘PAAS’ (પાટીદાર અનામત આંદોલન સમિતિ)ના કાર્યકર જગદીશ પટેલે જણાવ્યું હતું કે હવે ‘પાસ’ નવા રંગરૂપમાં આવશે. તેમણે કહ્યું હતું કે ભલે હાલ હાર્દિક પટેલ એવું માનતા હોય કે તેમને કારણે સમાજ છે, પણ સમાજને કારણે તેઓ હતા એ હવે સાબિત થઈ જશે.

વાંચો સમાચાર વિગતવાર

3) વડોદરાની શમા બિંદુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી: 'No Media Allowed' વિવાદ થતાં ભાડાનું ઘર ખાલી કરવા સુધી વાત પહોંચી

વડોદરા શહેરના સુભાનપુરામાં રહેતી શમા બિંદુએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી છે કે, તેના ઘરે કોઇ મીડિયાકર્મીઓએ આવવું નહીં. સાથે જ તેણે વીડિયો શેર કરીને કહ્યું છે કે, સોસાયટીમાં તેને ભાડાનું ઘર ખાલી કરવું પડે ત્યા સુધી વાત પહોંચી છે. જે કોઇ મીડિયાકર્મીઓને મારો ઇન્ટર્વ્યુ લેવો હોય ફોન પર કે ઓનલાઇન જ વાત કરે. રૂબરૂમાં ન આવે. સાથે જ તેણે કહ્યું છે કે હું કોઇ પબ્લિસિટી મેળવવા માંગતી નથી.

વાંચો સમાચાર વિગતવાર

4) મહેસાણામાં ગોપીનાળા પાસે મેમો આપવા બાબતે ચાલકની લુખ્ખાગીરી, ટ્રાફિક ASIને બેફામ ગાળો ભાંડી

મહેસાણા શહેરમાં આવેલા ગોપીનાળા પાસે નો-પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા બદલે શહેર ટ્રાફિક-પોલીસકર્મીએ વાહનચાલકને મેમો આપતાં તેણે પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરી ગાળાગાળી કરી હતી. આ સમગ્ર મામલે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. હાલમાં આ મામલે ગેરવર્તન કરનારા ગાડીચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંચો સમાચાર વિગતવાર

5) UPSC ક્લિયર કરનાર ગુજરાતના સ્ટુડન્ટને ઇન્ટરવ્યુમાં કેવા કેવા પ્રશ્નો પુછાયા હતા? વાંચો સ્ટુડન્ટે શું જવાબો આપ્યા

હાલમાં UPSC સિવિલ સેવા પરીક્ષા-2021નું રિઝલ્ટ જાહેર થયું, જેમાં ગુજરાતના છ સ્ટુડન્ટને સફળતા મળી હતી. UPSCમાં આ વખતે ગુજરાતના બે ડેપ્યુટી કલેક્ટર પણ સિલેક્ટ થયા છે, જ્યારે બે સ્ટુડન્ટ ગુજરાતી સાહિત્યના મુખ્ય વિષય સાથે પાસ થયા છે. દેશની સૌથી અઘરી પરીક્ષામાંથી એક UPSCનું સ્ટુડન્ટમાં હંમેશાં આકર્ષણ રહ્યું છે. મોભાદાર પોસ્ટ અને પાવરને કારણે યુપીએસસી ક્લિયર કરવી અનેક સ્ટુડન્ટનું સપનું હોય છે. અનેક લોકોના મનમાં એવા પણ સવાલો થતા હોય છે કે સિવિલ સર્વિસના ઈન્ટરવ્યુમાં કેવા પ્રશ્નો પુછાતા હશે? દિવ્ય ભાસ્કરે આ વખતે પાસ થયેલા ગુજરાતના સ્ટુડન્ટ સાથે વાત કરીને તેમને કેવા કેવા સવાલો પુછાયા હતા અને તેમણે કેવા જવાબો આપ્યા હતા એની વિગતો જાણી હતી.

વાંચો સમાચાર વિગતવાર

6) સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડ મુદ્દે ગૃહમંત્રી અમિત શાહને મળ્યા સિંગરના માતા-પિતા; રડતા-રડતા દીકરાની હત્યાની સેન્ટ્રલ એજન્સી મારફતે તપાસ કરવા વિનંતી કરી

પંજાબના સિંગર સિદ્ધૂ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ અને માતા સરપંચ ચરણએ આજે ચંડીગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત ચંડીગઢ ટેકનિકલ એરપોર્ટ ખાતે યોજાઈ હતી. મુલાકાત સમયે મૂસેવાલાના પિતા બલકૌર રડવા લાગ્યા હતા. તેમણે હાથ જોડીને શાહને મૂસેવાલા હત્યાકાંડની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી મારફતે કરાવવા વિનંતી કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત અને ચંડીગઢ સાંસદ કિરણ ખેર પણ ઉપસ્થિત રહ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

7) કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર

બાયોલોજિક્સ Eની કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં ઉપયોગ માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર કરવામાં આવી છે. DCGIએ આજે કટોકટીની સ્થિતિમાં બૂસ્ટર ડોઝ તરીકે કોર્બેવેક્સ વેક્સિનના ઉપયોગને મંજૂરી આપી છે.

વાંચો સમાચાર વિગતવાર

8) સરકારનો મોટો નિર્ણય,કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ વચ્ચે 177 શિક્ષકોનું ઘાટીમાંથી બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું; તમામ કાશ્મીરી પંડિતો

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને જોતા સરકારે મોટો નિર્ણય લીધો છે. કાશ્મીરી પંડિત સમુદાયમાંથી આવતા 177 શિક્ષકોનું ઘાટીમાંથી બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. તમામને કાશ્મીરના જિલ્લા મુખ્યાલયમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. શુક્રવારે ગૃહ મંત્રાલયમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ધો.12 સામાન્ય પ્રવાહમાં અમદાવાદ રૂરલનું 81.92 ટકા અને શહેરી વિસ્તારનું 79 ટકા પરિણામ, 207 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

​​​​​​​2) અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની આંગન સંસ્થામાંથી 7 વર્ષનો છોકરો નાસી છૂટ્યો, કાગડાપીઠ ખાતે મળ્યો

3) સુરતનું 87.52% પરિણામ જાહેર, ગુજરાતમાં સૌથી વધુ A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થી

4) રાજ્યમાં સૌથી ઓછુ વડોદરા જિલ્લાનું 76.49% પરિણામ, ડભોઇ કેન્દ્રનું સૌથી ઓછુ 56.43% રિઝલ્ટ આવ્યું

5) રાજકોટ જિલ્લાનું 88.72% પરિણામ, સૌથી વધુ 99.34% વાંગધ્રા કેન્દ્રનું, વિદ્યાર્થિનીઓએ ગરબાની રમઝટ બોલાવી

6) કોવિડ-19 વેક્સિન કોર્બેવેક્સને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર શૉટ તરીકે મંજૂર

7) UPમાં પ્લાસ્ટીક ફેક્ટરીમાં 8 શ્રમિકોના કરુણ મોત, 20 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા, પીગળેલું પ્લાસ્ટીક લોકોના શરીર ઉપર ચોટી ગયું

આજનો ઈતિહાસ વર્ષ 1984માં આજના દિવસે અમૃતસરમાં ધાર્મિક સ્થળ સ્વર્ણ મંદિરમાં ભારતીય સેનાએ ઓપરેશન બ્લૂ-સ્ટાર અભિયાન હાથ ધર્યું હતું.

અને આજનો સુવિચાર

જીવન શાંતિ માટે છે, જ્ઞાન માટે છે, પ્રકાશ માટે છે, સેવા અને સમર્પણ માટે છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...