તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:અમદાવાદ શહેરમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 585 કરોડના ખર્ચે 25 વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયું

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઈ-લોકાર્પણ કરી રહેલા મુખ્યમંત� - Divya Bhaskar
ઈ-લોકાર્પણ કરી રહેલા મુખ્યમંત�
  • રાજ્યમાં 50 ટકા શહેરી અને 50 ટકા ગ્રામીણ વિસ્તારના લોકોને ધ્યાનમાં રાખી સંતુલિત વિકાસ કર્યો છે: CM
  • 'શહેરો અદ્યતન બને અને ગામડાંઓમાં શહેરો જેવી સુવિધાઓ મળે તેવો અભિગમ'
  • નગરો-મહાનગરોમાં હેપીનેસ ઇન્ડેક્ષ-ઇઝ ઓફ લિવીંગ વધે તેવા શહેરી જનજીવન સુખાકારી કામો થયા છે: CM

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પૂર્વ કિનારે ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધીના 1.25 કિમીની લંબાઈમાં રિવરફ્રન્ટનો વિકાસ કરવા માટેનું ખાત મહૂર્ત વર્ચુઅલી કરવામાં આવ્યું. સાથે જ નંદીના બંને છેડાને જોડતો બેરેજ કમ બ્રિજ માટે ફેઝ-2 અંતર્ગત મંજૂરી લેવામાં આવશે. આ બીજા ફેઝના પ્રથમ તબક્કામાં ડફનાળાથી સદર બજાર સુધીના રૂ. 95 કરોડના કામોનું ઇ-ખાતમુહૂર્ત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા કર્યુ હતું. તેમણે આ સાથે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ રૂ. 585 કરોડના વિવિધ 25 વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન કર્યા હતા.

તદ્અનુસાર, રૂ. 248 કરોડના ખર્ચે બ્રિજ, ઈલેક્ટ્રીક બસ, વોટર પ્રોજેક્ટ, ગાર્ડન પ્રોજેક્ટ, અર્બન હેલ્થ સેન્ટર, સબ-ઝોનલ ઓફિસ, આંગણવાડીનું નવીનીકરણના કામોનું ઈ-લોકાર્પણ, તેમજ રૂ. 337 કરોડના ખર્ચે તૈયાર થનાર બ્રિજ પ્રોજેક્ટ, સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2, સ્પોર્ટસ સંકુલ અને વ્યાયામ શાળાનું ખાતમુહર્ત પણ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ મહાનગરપાલિકા દેશની શ્રેષ્ઠ નગરપાલિકાઓમાંથી એક
મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકાને કોરોના કાળમાં પણ આ વિકાસ કામોની તેજ રફતાર જાળવી રાખવા માટે અભિનંદન આપતાં કહ્યું કે, અમદાવાદ મહાપાલિકા દેશની શ્રેષ્ઠ નગરપાલિકાઓમાં સ્થાન ધરાવતી મહાનગરપાલિકા છે. મહાનગરની શ્રેષ્ઠતાને છાજે તેવા વિકાસ કામો એક પછી એક હાથ ધરીને અમદાવાદના નગરજનો માટે હેપીનેસ ઇન્ડેક્ષ અને ઇઝ ઓફ લીવીંગમાં વધારો કરી અમદાવાદને લીવેબલ નગર મહાપાલિકાએ બનાવ્યું છે.

બીઆરટીએસને 50 નવી ઈલેક્ટ્રિક બસ મળી
બીઆરટીએસને 50 નવી ઈલેક્ટ્રિક બસ મળી

સાબરમતી પર 35 કિમી લાંબો રિવરફ્રન્ટ
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ દેશ અને દુનિયાના લોકો માટે જોવાલાયક સ્થળ બન્યો છે ત્યારે હવે તેનો બીજો તબક્કો પણ એટલો જ ઉત્કૃષ્ટ, પર્યાવરણપ્રિય બનશે. તેમણે ઉમેર્યુ કે, આ પ્રોજેકટની વિશેષતા એ છે કે સમગ્ર અમદાવાદ શહેરની મધ્યમાંથી 35 કિ.મી. લાંબો આ રિવરફ્રન્ટ નગરની શોભા બન્યો છે. વિજય રૂપાણીએ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના આ ફેઝ-ર ના પ્રથમ તબક્કા માટે 1 લાખ 30 હજાર ચોરસ મીટર જમીન અમદાવાદમાં આર્મી-ડિફેન્સ કોન્ટનમેન્ટ બોર્ડે આપી છે તે માટે ભારત સરકાર, રક્ષામંત્રાલય, સેનાના વરિષ્ઠ અધિકારીઓ અને અમદાવાદના આર્મી કેન્ટોમેન્ટ બોર્ડનો આભાર વ્યકત કર્યો હતો.

શહેરો અને ગામડા બંનેમાં 50-50 ટકા લોકોનો વસવાટ
તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસમાં શહેરી અને ગ્રામીણ બંન્ને વિસ્તારનું 50-50 ટકા એટલે કે એકસરખું જ યોગદાન હોય છે, ગુજરાતમાં 50 ટકા નાગરિકો શહેરોમાં 50 ટકા નાગિરકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જેથી રાજ્ય સરકાર સંતુલિત વિકાસને મહત્વ આપી રહી છે. શહેરો અદ્યત્તન બને અને ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. તેમણે કહ્યું કે, રસ્તા, ગટર, લાઇટ, પાણી, સફાઈ જેવી પાયાની માળખાગત સુવિધાઓ પૂરી પાડવીએ સરકાર અને સ્થાનિક સત્તાતંત્રોની જવાબદારી છે.

શહેરને નવા ફ્લાયર ઓવરનું ખાત મુહૂર્ત કરાયું
શહેરને નવા ફ્લાયર ઓવરનું ખાત મુહૂર્ત કરાયું

8 દિવસમાં 10 લાખ લોકોને વેક્સિન મળી
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાકાળમાં પણ સરાહનીય કામગીરી કરી છે, કોરોનાના દર્દીઓની સાર-સંભાળ કરીને એસ.વી.પી હોસ્પિટલએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સંજીવની રથ, ધન્વંતરી રથ, કોરોના વેક્સિનેસનની સુવ્યવસ્થિત આયોજનથી કોરોના સંક્રમણને ઝડપથી કાબુ લેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો છે. ગુજરાતમાં પ્રતિદિન સવા લાખ યુવાનોને નિઃશુલ્કમાં વેક્સિન આપી રહ્યા છીએ. આઠ દિવસમાં 10 લાખ યુવાનોને વેક્સિન આપીને ઝડપથી ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે અમદાવાદ મહાપાલિકાના રૂ. 585 કરોડના ખર્ચે લોકાર્પિત-ખાતમૂર્હત થયેલા વિકાસ કામોની વિસ્તૃત વિગતો આપી હતી. અમદાવાદ મહાનગરમાં આ વિકાસ કામોના સ્થળોએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, અમદાવાદ શહેર-જિલ્લાના સર્વે ધારાસભ્યો, કોર્પોરેશનના પદાધિકારીઓ-અધિકારીઓ તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...