તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજબુરી:માતાને ખભે બેસાડી પુત્રએ ઉત્તર પ્રદેશની વાટ પકડી, હેરાનગતી એટલી કે આંખો વરસી પડી

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
માતાને ખભે બેસાડી ઉત્તર પ્રદેશ જઇ રહેલ પુત્ર અને હેરાનગતી રડી પડેલ પરપ્રાંતિય. - Divya Bhaskar
માતાને ખભે બેસાડી ઉત્તર પ્રદેશ જઇ રહેલ પુત્ર અને હેરાનગતી રડી પડેલ પરપ્રાંતિય.
 • પરપ્રાંતીય શ્રમિકો પાસે ખાવા ધાન નથી, રહેવા ઘર નથી, વતનમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી

પરપ્રાંતીય શ્રમિકો પાસે ખાવા ધાન નથી, રહેવા ઘર નથી, વતનમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી
લોકડાઉનના કારણે કામકાજ બંધ થઈ જતાં મજુરી કરી પેટ્યું રળતા પરપ્રાંતીય શ્રમિકોની હાલત કફોડી થઈ ગી છે. થોડી ઘણી બચત અને સંવાભાવી સંસ્થાઓની મદદથી અત્યાર સુધીનો સમય પસાર કર્યો પણ હવે તો બચત ખુટી ગઈ છે અને સહાય પણ બંધ થઈ છે. એટલે હવે વતન જવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી. અહીંથી વિવિધ રાજ્યોમાં જવા માટે ત્યાંની સરકારે મંજૂરી આપ્યા બાદ તંત્રમાં અનેક અરજીઓ કરવા છતાં વતન જવાની પરવાનગી ન મળતા સંખ્યાબંધ પરપ્રાંતીય શ્રમિકો દરરોજ પગપાળા વતનની વાટ પકડી રહ્યા છે.  ધોમધખતા તાપમાં નાના બાળકો સાથે હાઈવે ભૂખ્યાં- તરસ્યાં શ્રમિકો  વતન જવા બજબૂર બન્યા છે.
માતાને ખભે બેસાડી પુત્રએ ઉત્તર પ્રદેશની વાટ પકડી
કોરોના સંકટમાં કલિયુગના શ્રવણે વૃદ્ધ માતાને ખભે બેસાડી અમદાવાદથી UPની વાટ પકડી હતી. લોકડાઉનને લઇ સેંકડો પરપ્રાંતીય લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે તો બીજી બાજુ રેલ્વે તેમજ એસટી સહિતના વાહન વ્યવહાર બંધ છે ત્યારે એક આધેડ તેની વૃદ્ધ માતાને પોતાની પીઠ ઉપર બેસાડીને અમદાવાદથી ઉત્તર પ્રદેશ જવા નીકળેલ છે. તે સિધ્ધપુર થઈને પાલનપુર તરફ આગળ વધ્યો હતો. તેની પાસે નથી પૈસા. પહેરેલા કપડે આગળ વધી રહ્યો છે. 

ભોજન તો દૂર, બાંધકામ માટેનું પાણી પીવા મજબૂર...

સુરતમાં કામ કરતા પરપ્રાંતિયોની ટ્રેનનું બુકિંગ રદ થતાં ધીરજ ખૂટી છે. વતન જવા રસ્તામાં ગમે તેવી મુશ્કેલી આવે, સહન કરવાના ઈરાદા સાથે  પગપાળા કૂચ શરૂ કરી છે. 90 કિમીનું અંતર કાળઝાળ ગરમીમાં કાપી ગુજરાતની બોર્ડર પર નવાપુર ચેકપોસ્ટ પહોચે છે. નવાપુર ચેકપોસ્ટ પર નિઃસહાય મજૂરો માટે કોઈ સુવિધા નહોતી. ખાવાનું તો દૂર, પાણીની તરસ લાગી તો બાંધકામ કરવાના ટેન્કરમાંથી પાણી પીવું પડે છે.

300 કિમી સાઇકલ પર આવ્યા, પાલનપુરથી ટ્રેન મળી

ઝાંસીના વતની અને ગાંધીધામની કંપનીમાં રહેતા 3 ભાઈઓ પોતાના પરિવાર સાથે સાઇકલ પર જ 300 કિલોમીટર દૂર પાલનપુર આવી પહોંચ્યાં હતા. પાલનપુર મેડિકલ ચેકઅપ અને ટિકિટ નોંધણી કરવાઈ રહી હતી. તેમણે ટ્રેનમાં સાઇકલ સાથે લઇ જવા કહ્યું હતું પરંતુ તંત્રે ના પાડતાં 2 હજારમાં સાઇકલ ખરીદી હોવાથી બાળકો સાથે એક પરિવાર ટ્રેનમાં જવા નીકળ્યું હતું. જ્યારે અન્ય 2 ભાઇ અને મહિલા સાઇકલ લઇને ઝાંસી જવા નીકળ્યાં હતાં. 

પગપાળા ચાલતાં જતાં પગમાં છાલા પડી ગયાં...

વતનમાં રહેલા માતાપિતા રોજ ફોન કરીને ખબર અંતર પૂછે છે. અહીં બે મહિનાથી કામ નથી. વતન જવા માટે અરજી કરી, પણ કોઈ જવાબ આવ્યો નથી. જેને કારણે રાજકોટના શાપરથી શ્રમિકો પગપાળા નીકળી પડ્યા. બુધવારે રાત્રે ચોટીલા પહોંચ્યા. ત્યાંથી પાછા વાળ્યા એટલે ચાલતા ગુરુવારે બપોરે રાજકોટ પહોંચ્યા. ચાલીને પગમાં છાલા પડી ગયા છે. રસ્તામાં કોઈએ આપ્યું તો જમ્યું નહીંતર પાણી પી ને કામ ચલાવી લીધું.
હેરાનગતી એટલી કે આંખો વરસી પડી...
મામાના ઘરે ઉછરેલી ગાયત્રી વિકેય સુરત નોકરી કરે છે. ભોપાલમાં મામાનું મોત થતાં પગપાળા નીકળી. તંત્ર દાહોદથી પાછી સુરત મૂકી જતાં કલેક્ટર કચેરીએ આવી રડી પડી હતી.

માંડ મળેલાં બિસ્કીટ ઉંઘમાં પણ ન છોડ્યાં...

ઉદયપુર જવા નીકલેલાં પરિવારની પુત્રી બિસ્કીટ કોઈ ન લઈ જાય તે માટે સાથે લઈને સૂતી. કામ બંધ છે, ખાવાનું છે નહીં, મકાન માલિકે કાઢી મૂક્યા એટલે જૂનાગઢથી પરિવાર ચાલીને નીકળ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો