સોનું લઈ કારીગર ફરાર:અમદાવાદના કૃષ્ણનગરમાં નરોડા કેનાલ પાસે વોશરૂમ ગયેલા સોનીનો નોકર 2 મિનિટમાં સવા કરોડનું સોનું લઈ નાસી ગયો

અમદાવાદએક મહિનો પહેલા
નરોડા પોલીસ સ્ટેશન
  • સોનું લઈ નાસી છૂટકાર કારીગરને કામ પર રખાવનાર શખસનો ફોન પણ બંધ થઈ ગયો
  • ક્રાઈમ બ્રાન્ચ સહિતની પોલીસની ટીમે સીસીટીવી ફૂટેજના તપાસ હાથ ધરી
  • 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના મૂક્યા હતા
  • વેપારીએ એક બાઇકચાલકની પાછળ બેસી નોકરનો પીછો કર્યો, પણ હાથ ન લાગ્યો
  • માણેકચોકના સોનીએ નોકર અને તેને નોકરી પર રખાવનાર સામે ફરિયાદ નોંધાવી

કૃષ્ણનગરમાં આદિશ્વર કેનાલ પાસે વોશરૂમ માટે ગયેલા માણેકચોકના સોનીનો નોકર એક્ટિવા અને 1.25 કરોડના સોનાનાં ઘરેણાં લઈને ભાગી જતાં સોનીએ નોકર અને તેને નોકરી પર રાખનાર વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, રાયપુરની માંડવીની પોળમાં રહેતા 30 વર્ષીય મુકેશ ઘાંચી માણેકચોકમાં એમએચ જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. અઢી મહિના પહેલાં મુકેશના સમાજના ગણેશ ઘાંચીએ તેમના ગામના આનંદ રાજપૂતને નોકરી પર રાખવા કહ્યું હતું. આથી મુકેશે આનંદને મહિને 9 હજારના પગાર પર નોકરીએ રાખ્યો હતો.

16 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે મુકેશે 2 થેલામાં 4 કિલો 625 ગ્રામ સોનાના જડતરવાળા દાગીના લીધા હતા અને આનંદને એક્ટિવા પર સાથે લીધો હતો. મુકેશે બે થેલામાં દાગીના ભર્યા હતા અને અલગ-અલગ સોનીની દુકાને સેમ્પલ બતાવવા નીકળ્યાં હતાં.

ડાબે આરોપી આનંદસિંહ અને જમણે ગણેશની ફાઇલ તસવીર
ડાબે આરોપી આનંદસિંહ અને જમણે ગણેશની ફાઇલ તસવીર

છેલ્લે કૃષ્ણનગરમાં અક્ષર જ્વેલર્સમાં ગયા હતા અને ત્યાંથી નરાેડાના અંબિકા જ્વેલર્સમાં જઈ રહ્યા હતા તે વખતે આનંદ એક્ટિવા ચલાવતાે હતાે. બપાેરે 3.30 વાગે કેનાલે પહાેંચ્યા ત્યારે મુકેશે વાેશરૂમ જવું હાવાથી આનંદને એક્ટિવા ઊભું રખાવ્યું હતું. વાેશરૂમમાંથી મુકેશ પાછા આવ્યા ત્યારે આનંદ એક્ટિવા લઈને ભાગી રહ્યાે હતાે. આથી મુકેશે બૂમાબૂમ કરી એક બાઇકચાલકની પાછળ બેસી આનંદનાે પીછાે કર્યાે હતો, પરંતુ તે હાથમાં આવ્યાે નહાેતાે. આનંદનાે નંબર પણ બંધ હતાે. મુકેશે આનંદને નાેકરી પર રખાવનાર ગણેશ ઘાંચીને ફાેન કર્યાે તાે તે પણ બંધ હતો. મુકેશભાઈએ આનંદ, ગણેશના ઘરે અને તેમના વતન રાજસ્થાનમાં તપાસ કરી તાે બંને ત્યાં પણ મળી આવ્યા ન હતા.

માણેકચોકમાં જ્વેલર્સ સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે
મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ રાયપુરમાં માંડવીની પોળમાં રહેતા મુકેશ ઘાચી માણેકચોકમાં M H જ્વેલર્સ નામે સોનાના દાગીના બનાવવાનું કામ કરે છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ સોનાના દાગીના દુકાનોમાં આપે છે. અઢી મહિના પહેલા તેમના જ ગામનો અને સમાજનો ગણેશભાઈ ઘાંચી નામનો વ્યક્તિ આવ્યો હતો તેના જ ગામના આનંદસિંહ રાજપૂત નામના વ્યક્તિને માસિક નવ હજારના પગારે કામ પર રાખ્યો હતો. મુકેશભાઈ સાથે આનંદસિંહ સોનાના દાગીના લઈ અલગ અલગ દુકાને જતો હતો.

16 ઓક્ટોબરનો બનાવ
16 ઓક્ટોબરના રોજ બપોરે 1 વાગ્યે બે થેલામાં સોનાના સેટ, બુટ્ટીઓ, મંગળ સૂત્ર, લકી કડા સહિત રૂ. 1.25 કરોડની કિંમતના દાગીના લઈ એક્ટિવા પર મુકેશભાઈ આનંદસિંહને લઈ ગયા હતા. અલગ અલગ દુકાનોમાં દાગીના બતાવી અને નરોડા આદિશ્વર કેનાલ પાસે પહોંચ્યા હતા. મુકેશભાઈ શૌચ કરવા ગયા ત્યારે આનંદસિંહ તકનો લાભ ઉઠાવી એક્ટિવા ચાલુ કરી રૂ. 1.25 કરોડ ભરેલા દાગીનાના બેગ એક્ટિવા પર લઈ ફરાર થઈ ગયો હતો. બૂમો પાડી પીછો કરવા છતાં ત્યાંથી નાસી ગયો હતો. તેને કામ પર રખાવનાર શખસ ગણેશભાઈનું ઘર અને ફોન પણ બંધ આવતાં તે પણ ફરાર થઇ ગયો હતો. આ મામલે વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે.

નોકરે ચોરીનો પ્લાન ઘડ્યો હોવાની આશંકા
પીઆઈ કે.પી.ખાંભલાના જણાવ્યા મુજબ, મુકેશ ઘાંચી કૃષ્ણનગર આદિશ્વર કેનાલ પાસે 2 મિનિટ માટે બાથરૂમ કરવા ગયાે હતાે ત્યારે નાેકર આનંદ એક્ટિવા પર બેઠાે હતાે. અગાઉથી કરેલા કાવતરા મુજબ આનંદ 2 મિનિટમાં મુકેશભાઈ બાથરૂમ જઈને આવે તે પહેલાં તાે એક્ટિવા ચાલુ કરીને ભાગવા લાગ્યાે હતાે. આ જોઈ મુકેશભાઈએ આનંદને બૂમાે પાડી હતી, પણ તે ઊભાે રહ્યાે ન હતાે.

અન્ય સમાચારો પણ છે...