તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વટવાની ફેક્ટરીમાં ગેસની પાઇપ ફાટતાં કામદારનું મોત

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં એમોનિયા ગેસની પાઈપ ફાટતાં દાઝી ગયેલા કામદારનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવની વિગત એવી છે કે, વટવા જીઆઈડીસી ફેઝ-2માં આવેલી ફેક્ટરીમાં કામ કરતા હરકેશભાઈ ચંદ્રપ્રસાદ કુશવાહા (ઉં.વ. 32, રહે. શાસ્ત્રીનગર, વટવા) ગઈ 13 સપ્ટેમ્બરના રોજ ફેક્ટરીમાં કામ કરતા હતા તે દરમિયાન અકસ્માતે એમોનિયા ગેસની પાઈપ ફાટતાં ત્યાં કામ કરી રહેલા હરકેશભાઈ દાઝી ગયા હતા. તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે વટવા જીઆઈડીસી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...