કામગીરી:પુરાતત્ત્વ વિભાગની NOC મળતાં બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ શરૂ થશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્લેટફોર્મ નં 11-12 પર આવું સ્ટેશન બનશે - Divya Bhaskar
પ્લેટફોર્મ નં 11-12 પર આવું સ્ટેશન બનશે
  • કાલુપુર રેલેવે સ્ટેશન પર સરસપુર તરફ બનાવવામાં આવશે
  • રેલવેએ​​​​​​​ ડિસેમ્બરમાં જ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો

અમદાવાદ-મુંબઈ હાઈસ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતીથી વટવા સુધીના 18 કિમી લાંબા રૂટની સાથે સાબરમતી અને અમદાવાદ સ્ટેશનની કામગીરી માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશને ડિસેમ્બરમાં જ ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

કોન્ટ્રાક્ટ મળ્યા બાદ કંપનીએ આ રૂટ પર કેટલીક જગાએ પ્રાથમિક કામગીરી શરૂ કરી દીધી છે, પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પર સરસપુર સાઈડમાં બુલેટ ટ્રેનના તૈયાર થનાર સ્ટેશનને બે દિવસ પહેલાં રાષ્ટ્રીય પુરાતત્ત્વ વિભાગે એનઓસી પ્રમાણ પત્ર આપ્યું છે. જેથી હવે કંપની સરસપુર સાઈડમાં રાષ્ટ્રીય ઐતિહાસિક સ્મારક ઝૂલતા મિનારાથી 250 મીટર દૂર તૈયાર થનારા સ્ટેશનની કામગીરી શરૂ કરશે. નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ)ના અધિકારી અનુસાર, અમદાવાદ સ્ટેશન પર કાલુપુર સાઈડમાં બે ઐતિહાસિક સ્મારક ઝૂલતા મિનારા આવેલાં છે.

પ્લેટફોર્મ નં 11-12 પર આવું સ્ટેશન બનશે
અમદાવાદ રેલવે સ્ટેશન પર સરસપુર સાઈડમાં પ્લેટફોર્મ નં.11-12 પર તૈયાર થનાર હાઈસ્પીડ રેલવે સ્ટેશન યુઝર ફ્રેન્ડલી બનશે. આ સ્ટેશનથી બુલેટટ્રેનની કનેક્ટિવિટી મળવાની સાથે પેસેન્જરોને રેલવેની કનેક્ટિવિટી અંડરગ્રાઉન્ડ તૈયાર થઈ રહેલી મેટ્રો ટ્રેન સ્ટેશનથી મેટ્રોની કનેક્ટિવિટી પણ મળી રહેશે. બુકિંગ ઓફિસ, પેસેન્જર લોબી સહિતની સુવિધાઓ મ‌ળશે.

અન્ય સમાચારો પણ છે...