તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીન સંપાદનમાં ગૂંચ:રિવરફ્રન્ટ ફેઝ-2ના કામ અટવાશે, કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીની જમીન મુદ્દે વિવાદ થયો

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર ટ્રસ્ટે ખોટા સરવે નંબરથી જમીન પચાવી હોવાનો આરોપ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટના ફેઝ-2ના કામમાં જમીન સંપાદનની ગૂંચ ઊભી થવાના કારણે કામમાં વિઘ્ન આવે તેવી શક્યતા છે. રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવા સાબરમતી નદીના બંને છેડે મ્યુનિ. દ્વારા પૂરજોશમાં કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સાબરમતીના કિનારે અને ગાંધીનગરમાં આવતા કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીની જમીનને લઈ વિવાદ શરૂ થયો છે.

રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ શરૂ થવાનું છે તે નદીની જગ્યા છે. આ જગ્યા પર મંદિર ટ્રસ્ટ દ્વારા ખોટો સરવે નંબર ઊભો કરી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પો.ના ચેરમેને સરકારને લખેલા પત્રમાં કરવામાં આવ્યો છે.

ઓગસ્ટ 2018માં રિવરફ્રન્ટ ફેઝ-2 માટે ગાંધીનગરના કોટેશ્વર અને ભાટ ગામની આશરે બે લાખ ચો.મી. જમીનની દરખાસ્ત મુકાઈ હતી. રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ આગળ વધતા ધ્યાને આવ્યું હતું કે, કોટેશ્વર મંદિરે નદીની જમીન પર ચાલુ વર્ષે નવો સરવે નંબર 247 મેળવ્યો છે. ઉપરાંત સરવે નંબરનો 7/12માં પણ સમાવેશ કરી દેવાયો હતો. આ બાબતે SRFDCLના ચેરમેન કેશવ વર્માને પૂછતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યંુ હતું. બીજી તરફ કોટેશ્વર મંદિરનો વારંવાર સંપર્ક કરતાં સંપર્ક થઈ શક્યો ન હતો.

DIRLએ કોઈ પ્રકારની માપણી કરી જ નથી
નવો સરવે નંબર ઊભો કરવા ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રિકોર્ડ (DIRL) પાસે કોઈ જ પ્રકારની માપણી કરાવાઈ નથી. નિયમ મુજબ કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. આ બાબતે DIRLએ જણાવ્યું છે કે, સરવે નંબર 247 સંદર્ભમાં તમામ રેકોર્ડ ગાંધીનગરના મામલતદારે તૈયાર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...