તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:તાપીમાં એક બેઠક પર 3 ટર્મથી મહિલા રિઝર્વને હાઇકોર્ટમાં પડકારાઈ

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાઇકોર્ટે નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી

તાપીમાં સોનગઢની બેઠક પર છેલ્લા 3 ટર્મથી અલગ-અલગ જાતિની મહિલા બેઠકોને રીઝર્વ રખાતા સરકારની અનામત રોટેશનની પ્રક્રિયા સામે થયેલી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.

અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે આ બેઠક પર છેલ્લી 3 ટર્મથી મહિલાઓને જ બેઠક રીઝર્વ રાખવામાં આવે છે તેના કારણે પુરૂષ ઉમેદવારોને તેનાથી વંચિત રહેવું પડે છે. સરકારની અનામત રોટેશનની પ્રક્રીયા ગેરબંધારણીય અને અન્યાયી છે તે રદ થવી જોઇએ. જસ્ટિસ જે.બી પારડીવાલાની ખંડપીઠે અરજી ફગાવી દેતા એવું અવલોકન કર્યુ છે કે ચૂંટણીઓ નજીક છે ત્યારે કોર્ટ સરકારી નીતિમાં દખલ કરવા માગંતી નથી.

દિનેશભાઇ ગામીતે કરેલી અરજીમાં રજુઆત કરાઇ હતી કે, તાપીના સોનગઢ તાલુકામાં છેલ્લી ત્રણ ટર્મથી પંચાયતની ચૂંટણીમાં તાપી તાલુકાની રીઝર્વ બેઠકો પર મહિલાઓને જ રીઝર્વ કરવામાં આવે છે જેના કારણે પુરૂષો ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો