વેબિનાર:મહિલાઓએ તેમના ચહેરાનો આકાર સમજી તે પ્રમાણે ઘરેણાં પહેરવા જોઇએ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ મિસ ઇન્ડિયા અને ડિઝાઈનર કવિની સિંઘની શહેરની મહિલાઓ સાથે વાત

ફિક્કી ફ્લો અમદાવાદના ચેરપર્સન તરૂણા પટેલ અને ટીમ દ્વારા ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા અને જવેલેરી ડિઝાઈનર કવિની સિંઘ સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું .

વેબિનારમાં કવિની સિંઘએ જણાવ્યું કે, તેઓનું એવું માનવું છે કે દરેક સ્ત્રીએ તેમનાં ચહેરાનાં આકાર પ્રમાણે ઘરેણા પહેરવા જોઈએ. અત્યારનાં ટ્રેન્ડ પ્રમાણે જ્વેલરીમાં નવો યુગ લાઈટ વેટ જ્વેલરી પહેરવી પસંદ કરે છે. તેમાં પણ તહેવાર હોય તો આખા સેટ પહેરવાનું એવોઈડ કરે છે. આ સાથે રોજિંદા જીવનમાં પણ મહિલાઓએ એક જ્વેલરી એવી પહેરવી જાેઈએ જે તેમનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ કહેવાય. મિસ ઇન્ડિયાની સફર વિશે પુછતા તેઓએ જણાવ્યું કે "મિસ ઇન્ડિયા થવું એટલે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરવું તે તેમના માટે ખુબ જ મહત્વનું છે. દરેક વ્યક્તિએ દેશનું પ્રતિનિધિત્વ કરતા રહેવું જોઈએ.’

તેમણે જવેલેરી ડિઝાઈનર તરીકે માર્કોની રાણી હિલેરી ક્લિટન, લારા દત્તા, સુષ્મિતા સેન, મલાઈકા અરોરા ખાન, કંગના રાણાવત, શિલ્પા શેટ્ટી,અમૃતા અરોરા, જેડ જાગર, લિન્ડસે લોહાન, નાઓમી કેમ્પબેલ, પેરિસ હિલ્ટન અને અન્ય હસ્તિઓના ઘરેણાંની ડિઝાઇન અને વસ્ત્રમાં જવેરાત જડ્યું છે. જેના પણ ઉદાહરણ વેબિનારમાં આપવામાં આવ્યા હતાં.