તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:GSTની રેડ દરમિયાન મહિલા અધિકારીને સાથે રાખવાં પડશે, CBDTએ દરોડા તેમજ સર્ચ માટે ગાઇડલાઇન બહાર પાડી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સાક્ષી તરીકે સરકારી કે બેન્ક કર્મચારીને રાખવાની તાકીદ

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે દરોડા માટેની ગાઇડલાઇન જીએસટીના દરેક કમિશનરને મોકલી છે. સર્ચ કે દરોડાની કાર્યવાહીમાં મહિલા સભ્યને સાથે રાખવા કહેવાયું છે. વિજિલન્સ કમિશનરના ધ્યાને આવ્યું હતું કે, સર્ચ વખતે યોગ્ય રીતે પંચનામાં બનાવાતા નથી અને સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવતા નથી. જેના કારણે આવા કેસ જ્યારે કોર્ટમાં હિયરિંગ પણ આવે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જાય છે. કોઇ પણ અધિકારીએ સર્ચ વોરન્ટ લઇને જ જવાનું રહેશે.

દરોડાની કાર્યવાહી કરવામાં આવે ત્યારે મહિલા અધિકારીને સાથે રાખવા પડશે. કોઇ પણ સર્ચ દરમિયાન પંચનામાં માટે સાક્ષી તરીકે સરકારી કર્મચારી અથવા બેન્ક કર્મચારીને રાખવા. વધારામાં અધિકારીઓ દરોડા કરવા જાય ત્યારે દરોડામાં તેમનું આઇકાર્ડ બતાવું પડશે. તેમજ પંચ સાક્ષીને બોલાવી પોતાની જાત તપાસ કરાવવાની રહેશે. જ્યારે દરોડાનું સ્થળ છોડવામાં આવે ત્યારે પણ સાક્ષીઓને બોલાવાના રહેશે. દરોડા દરમિયાન જરૂર પડે વીડિયોગ્રાફી કરવાનું જરૂરી રહેશે.

બાળકોને સ્કૂલે જવા મંજૂરી આપવી પડશે

 • દરોડા દરમિયાન સામાજિક અને ધાર્મિક લાગણી ન દુભાય.
 • વૃદ્ધો, મહિલા, બાળકોનું તેમની જરૂરિયાત મુજબ ધ્યાન રાખવું.
 • બાળકોને સ્કૂલે જવા છૂટ આપવી.
 • દરોડા દરમિયાન કોઈની તબિયત બગડે તો તેમની સારવારને પ્રાથમિકતા આપવાની રહેશે.
 • સર્ચ દરમિયાન જપ્ત રેકોર્ડની કોપી કરાદાતાને આપવાની રહેશે.
 • અધિકારીઓએ પંચનામું, એનેક્ષર અને સ્ટેટમેન્ટ કરદાતાને આપવું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો