તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMC હોસ્પિટલોમાં રિસર્ચ:હોસ્પિટલમાં ડેની સરખામણીએ નાઈટ શિફ્ટમાં કામ કરતી મહિલા નર્સમાં સ્ટ્રેસ-અસલામતીનું પ્રમાણ વધારે

અમદાવાદએક મહિનો પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ત્રણ મ્યુનિ. હોસ્પિટલમાં નર્સોના માનસિક આરોગ્ય અંગે રસપ્રદ રિસર્ચનું તારણ

અમદાવાદની ત્રણ હોસ્પિટલમાં વિવિધ શિફ્ટમાં ફરજ બજાવતી 480 મહિલા નર્સના માનસિક આરોગ્ય અંગે એલ જી હોસ્પિટલના ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટે પીએેચડી રિસર્ચ કર્યું છે. ડે શિફ્ટની તુલનાએ નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતી મહિલા નર્સમાં સ્ટ્રેસ, એન્ઝાયટી, અસલામતી, ઈન્ફેકશનનો ડર વધારે હોવાનું તારણ નીકળ્યું છે.

એલ.જી. હોસ્પિટલના ચાઈલ્ડ સાઈકોલોજિસ્ટ બજાવતા વિનાયક ચૌહાણે રાય યુનિવર્સિટીમાંથી પ્રો. ડો અશ્વિન જનસારીના માર્ગદર્શન હેઠળ ‘નર્સિંગ સ્ટાફની મનોવૈજ્ઞાનિક સુખાકારી અને મેન્ટલ હેલ્થ’ અંગે રિસર્ચ કર્યું છે. વી.એસ. હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને એલ. જી. હોસ્પિટલમાં કાર્યરત વિવિધ વયજૂથના નર્સ બહેનોના માનસિક સ્વાસ્થયની ચકાસણી કરી હતી. જેમાં તેમના પ્રશ્નો, સમસ્યાઓ તેમજ માનસિક સુખાકારી સહિતની બાબતો જાણવાનો પ્રયાસ કરાયો હતો.

ડે શિફ્ટમાં કાર્યરત મહિલા નર્સનુ માનસિક આરોગ્ય નાઈટ શિફ્ટમાં કાર્યરત મહિલા નર્સની તુલનાએ વધારે સારું હોવાની વિગતો મળી હતી. જ્યારે નાઈટ શિફ્ટમાં કાર્યરત મહિલા નર્સનું માનસિક આરોગ્ય અને સુખાકારી પ્રમાણમાં ઓછી હોવાની જાણવા મળ્યું છે.

કૌટુમ્બિક-વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ

  • ફેમિલી અને પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરવા માટેનો તણાવ.
  • જે ઘરમાં મહિલા નર્સને બાળક હોય તેને ઘરે છોડીને નોકરી માટે આવવું પડે છે, જેના કારણે તણાવ વધારે છે.
  • જે નર્સ વાહન ચલાવતી નથી કે હોસ્પિટલથી જેનું ઘર દૂર હોય છે તે નાઈટ શિફટમાં સ્વાભાવિક રીતે અસલામતી અનુભવે છે.
  • વિવિધ કટોકટીપૂર્ણ પરિસ્થિતિમાં ડ્યૂટી બજાવવાના કારણે મહિલા નર્સને પોતાના ઘરના સભ્યો, નાના બાળકોને ઈન્ફેકશન લાગવાનો ડર રહે છે.

નાઈટ શિફ્ટથી રોજિંદા જીવનને અસર
શહેરની ત્રણ હોસ્પિટલોમાં ફરજ બજાવતી મહિલા નર્સના માનસિક આરોગ્યની ચકાસણીમાં ડે શિફટમાં કાર્યરત મહિલા નર્સની તુલનાએ નાઈટ શિફટમાં ફરજ બજાવતી મહિલા નર્સમાં સ્ટ્રેસ, માનસિક તણાવ વધુ જોવા મળે છે. નાઈટ ડ્યૂટીમાં રૂટિન પર વિપરિત અસર પડતી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. - વિનાયક ચૌહાણ, સંશોધન કર્તા, સાયકોલોજિસ્ટ, એલજી હોસ્પિટલ

કામગીરી અત્યંત પડકારજનક છે
સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવતી દર્દીઓની સારવાર કરતી મહિલા નર્સની કામગીરી પડકારજનક હોય છે. ડે શિફટ અને નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતી મહિલાઓના માનસિક આરોગ્યમાં સુધારો થાય, સુખાકારીમાં વધારો થાય તે માટે બધાએ સાથે મળીન સહિયારા પ્રયાસો કરવા જોઈએ. - ડો. અશ્વિન જન્સારી, પીએચડી ગાઈડ

અન્ય સમાચારો પણ છે...