તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:મેઘાણીનગરમાં રીક્ષામાં બેસી ઘરે જતી મહિલાને બે શખ્સોએ અડપલા કર્યા, પરિવારને જાનથી મારી દેવાની ધમકી આપી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
 • મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
 • બે યુવકો પહેલેથી મોઢે રૂમાલ બાંધી રીક્ષામાં બેઠા હતા

મેઘાણીનગરમાં રહેતી મહિલા રીક્ષામાં બેસી ઘરે જતી હતી. ત્યારે બે યુવકોએ રીક્ષામાં જ મહિલા સાથે શારીરીક અડપલા કરી મહિલા તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલી મહિલાએ મહિલા હેલ્પલાઈનનો સહારો લઈ બાપુનગર પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરીક અડપલા અને ધાકધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મેઘાણીનગરમાં રહેતી 34 વર્ષીય હેમાબેન (નામ બદલેલ છે) તેમના સમાજના આગેવાન વિજયભાઈ પટણીને મળવા માટે મળવા માટે સરસપુર ગઈ હતી. વિજયભાઈ ત્યાં મળ્યા ન હોવાથી હેમાબેન બીજા કામ માટે બાપુનગર ભીડભંજન ખાતે ગયા હતા. ત્યાંથી ઘરે જવા માટે રીક્ષામાં બેઠા હતા. જોકે રીક્ષામાં પહેલેથી મોઢે રૂમાલ બાંધી બે યુવકો બેઠા હતા. રીક્ષા ચાલક અલગ રસ્તે લઈ જતો હોવાનું જણાતા હેમાબેને કેમ અલગ રસ્તે લઈ જાવ છો તેમ કહ્યું હતું. જોકે રીક્ષામાં બેઠેલા બંન્ને યુવકોએ તેમના મોઢા પરથી રૂમાલ હટાવી હેમાબેન સાથે અડપલાં કરવા લાગ્યા હતા.

બંન્ને ભેગા થઈને હેમાબહેનને ધમકી આપી હતી
હેમાબહેન તે બંન્ને યુવકોને ઓળખી ગયા હતા, જેમાં એક યુવક તેમના સમાજના આગેવાનનો દિકરો વિશાલ અને બીજો તેમના માસીના દિકરાનો સાળો સાગર હતા. હેમાબેને રીક્ષામાંથી ઉતરવા ગયા ત્યારે વિશાલ અને સાગર બંન્નેએ હેમાબહેનનો હાથ પકડી ફરીથી શારીરીક અડપલા કરવા લાગ્યા હતા. ત્યારબાદ બંન્ને ભેગા થઈને હેમાબહેનને ધમકી આપી હતી કે, તારા માસીના દિકરાના છુટાછેડાની મેટરમાં વચ્ચે પડીશ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ. જેથી હેમાબહેન ગભરાઈ ગયા અને જેમ તેમ કરી રીક્ષામાંથી ઉતરી ગયા અને મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી બાપુનગર પોલીસ સ્ટેશનમાં વિશાલ અને સાગરના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શારીરીક છેડછાડ અને ધાક ધમકીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો