વુમન ગ્રૂપનું આંત્રપ્રિન્યોર સ્પિરીટ:મહિલા ઉદ્યોગ સાહસિકો બની એકબીજાની મદદગાર, કોરોનાકાળમાં કોમ્પિટિશનને એક તરફ મૂકી કરે છે એક બીજાના બિઝનેસને પ્રમોટ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં કોરોના કહેરની શરૂઆતને એક વર્ષ જ્યારે અમદાવાદમાં પણ આ મહામારીને આઠ મહિનાથી વધુ સમય થઇ ગયો છે. અનલોક સિરીઝમાં તમામ પ્રકારના વેપાર-ધંધાને પુન: ધમધમતા કરવાના પ્રયાસ કરવામાં આવ્યા. તેમાં પણ એક સમયે શહેરના એવા વુમન આંત્રપ્રિન્યોર્સ જે અગાઉ બિઝનેસ કોમ્પિટીશન કરતાં તેઓ હવે આ સમયમાં એકબીજાના બિઝનેસને પ્રમોટ કરે છે. સિટી ભાસ્કરને આ અંગેનો અહેવાલ.

આત્મનિર્ભર માટે લોકલ ફોર લોકલ ગ્રૂપ
અમારે વામા ક્લબમાં દરેક ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓ છે. કોરોનાકાળમાં કેટલાક લોકોને બિઝનેસમાં તકલીફ આવતા ઘરની મહિલાઓ પણ બિઝનેસમાં જોડાઈ છે. પ્00 મહિલાઓને જોડીને તેમને બિઝનેસ અપાવ્યો. વામા ક્લબની મહિલાઓ જરુરિયાત મહિલાઓને કામ આપે છે. - પ્રિયંકા વાધેલા, વામા ગ્રૂપ

સોશિયલ મીડિયા પર બિઝનેસનું પ્રમોશન
કોરોના સમયમાં એકબીજાની સાથે કોમ્પિટિશન કરવા કરતા એક સાથે મળીને કામ કરી આગળ વધવામાં દરેકને ફાયદો છે. હવે ગ્રૂપનો ફક્ત એક જ ધ્યેય છે કે કોમ્યુનિટીમાં કામ કરવું જોઈએ. તેથી એક બીજાનો બિઝનેસ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી પ્રમોટ કરી રહ્યા છે. - જલ્પા જોશિપુરા, ઈવોલ્વ ગ્રૂપ

ઓર્ડર બીજાને ટ્રાન્સફર કરે છે
બેકિંગ અને કુકિંગ ગ્રૂપમાં અત્યારે હોમમેડ વસ્તુઓનો ટ્રેન્ડ વધી રહ્યો છે. પહેલા કોૃન્ટેક શેર કરતાં હતા હવે લોકો એક સાથે ચાલી રહ્યા છે. જો કોઈ ઓર્ડર આવે અને પ્રોડક્ટ કે મટિરિયલ ના હોય તો તેને આગલ ગ્રૂપમાં ફોરવર્ડ કરે છે. જેથી બીજાને બિઝનેસ મળે છે. - બેલા મણિયાર, આઈના ગ્રૂપ

વેબિનાર શરુ કર્યા જેથી બિઝનેસ મળે
મલ્ટિટાસ્કિંગ મોમિસમાં બિઝનેસમાં ગ્રોથ લાવવા માટે ગ્રૂપની મહિલાઓ માટે વેબિનાર શરુ કર્યા. જેમાં ગ્રૂપની મહિલાઓ બિઝનેસ પ્રમોટ કરી શકે છે. આ સિવાય ગ્રૂપની મહિલાઓ ગ્રૂપની બીજી મહિલાઓને બિઝનેસ પ્રમોટ કરવા સગા સંબંધીને રેફરન્સ આપે છે. - વૈશાલી ધોળકિયા, મલ્ટિટાસ્કિંગ મોમિસ

સમસ્યાનું સોલ્યુશન આ સમયમાં જરુરી
કોરોનામાં ગ્રૂપની મહિલાઓનો બિઝનેસ ઓછો થતા અમે તેમનાં બિઝનેસમાં શું બદલાવ લાવવા જાેઈએ તે માટે જાણકારી આપી હતી. તેેઓ મુશ્કેલીના સમયમાંથી બહાર આવી શકે છે. બીજા લોકો કરતા તેઓ જ કરી શકતા હતા માટે એક બીજાનો સહારો બની આગળ વધવામાં ફાયદો છે. - નાયિકા અગ્રવાલ, ક્નેક્ટ ગ્રૂપ

અન્ય સમાચારો પણ છે...