તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Women And Child Empowerment Forest Will Be A Model Of Nutrition In The Country, Medicinal Saplings Planted In The Premises Of The Statue Of Unity

વૃક્ષારોપણ:મહિલા અને બાળ સશક્તિકરણ વન દેશમાં પોષણ વાટિકાનું મોડેલ બનશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઔષધીય રોપાનું વાવેતર કરાયું

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વૃક્ષારોપણ કર્યું - Divya Bhaskar
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વૃક્ષારોપણ કર્યું
  • વિવિધ રાજ્યોના અને સંઘ પ્રદેશોના ડેલીગેટો વૃક્ષારોપણમાં જોડાયા.

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની બાજુમાં મહિલા અને બાળ સશક્તિકરણ વનના ઉછેર માટે વૃક્ષારોપણ કર્યું હતું. આ મહિલા અને બાળ સશક્તિકરણ વનને સમગ્ર દેશ માટે પોષણ વાટિકાનું મોડેલ બનાવીને દેશના તમામ રાજ્યોમાં મહિલા અને બાળ પોષણને વેગ આપવા આ પ્રકારની પોષણ વાટિકાઓ ઉછેરવાની પ્રેરણા આપશે.

મંત્રીઓ અને પ્રતિનિધિઓ રોપ વાવેતરમાં જોડાયા
સહી પોષણ દેશ રોશનના સૂત્રને હાર્દમાં રાખીને યોજવામાં આવેલી રાષ્ટ્રીય મહિલા અને બાળ વિકાસ પરિષદના પ્રારંભ પહેલા વિવિધ રાજ્યોના પરિષદમાં ભાગ લેવા આવેલા મંત્રીઓ અને પ્રતિનિધિઓ રોપ વાવેતરમાં જોડાયા હતા.રાજ્ય કક્ષાના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો.મહેન્દ્ર મૂંજપરા,ગુજરાતના મહિલા અને બાળ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપા વાવ્યા હતાં.

મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપા વાવ્યા હતાં.
મહિલા અને બાળ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ પોષણ વાટિકાના ઉછેર માટે રોપા વાવ્યા હતાં.

ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ ઉછેરવામાં આવશે
સરદાર સાહેબની સર્વોચ્ચ પ્રતિમાના સાનિધ્યમાં આ પોષણ વાટિકા હેઠળ વન વિભાગ દ્વારા પોષણ વર્ધક અને આરોગ્ય સંવર્ધક 151 વૃક્ષો ઉછેરવાનું આયોજન કરવામાં આવ્યું છે.વનસ્પતિ સંપદા દ્વારા પોષણ જાગૃતિ ઉદ્યાન ઉછેરનો આ પ્રયોગ દેશના રાજ્યો માટે મોડલ બની રહે એવી અપેક્ષા છે.રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્મા અને મહિલા અને બાળ અધિકાર સુરક્ષા પંચના અધ્યક્ષ પ્રિયંકા કાનુંગોએ પણ રોપો વાવ્યો હતો. કેવડિયાના નાયબ વન સંરક્ષક પી. જે.પંડ્યાએ જણાવ્યું કે આ પરિષદ સ્મૃતિ વનમાં સરગવો,કેસૂડો,જમરૂખ,સીતાફળ, આંબા અને રાયણ જેવા ફળાઉ,પોષણ આપતા અને ઔષધીય ઉપયોગી વનસ્પતિઓ ઉછેરવામાં આવશે.