અમદાવાદ પોલીસની ખરી સેવા:રીક્ષામાં 1.50 લાખ દાગીના ભૂલી ગઈ મહિલા, પોલીસે CCTVથી રીક્ષા ચાલકને શોધી બેગ પાછી અપાવી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહિલાને દાગીના અને રોકડ ભરેલી બેગ પાછી અપાવતા પોલીસ કર્મચારીઓની તસવીર - Divya Bhaskar
મહિલાને દાગીના અને રોકડ ભરેલી બેગ પાછી અપાવતા પોલીસ કર્મચારીઓની તસવીર
  • ભાવનગરની મહિલા ગીતામંદિરથી વાસણા જવા રીક્ષામાં બેઠી હતી

અમદાવાદ શહેરમાં ગીતામંદિરથી વાસણા ખાતે રીક્ષામાં મુસાફરી કરતી મહિલા સોનાના દાગીના અને રોકડ રકમ ભરેલી બેગ ભૂલી ગઈ હતી. મૂળ ભાવનગરની મહિલાએ દાગીના ગુમ થવા અંગે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, જે બાદ પોલીસે CCTV ફૂટેજના આધારે રીક્ષા ચાલકને શોધીને મહિલાની બેગ પાછી અપાવી હતી.

રીક્ષામાં 1.50 લાખના દાગીના અને 23 હજાર રોકડ ભૂલી ગઈ મહિલા
ભાવનગરના મહુવામાં રહેતા જોહરાબાનુ 27મી મેના રોજ એસ.ટી બસમાં મુસાફરી કરીને અમદાવાદના ગીતામંદિર બસ સ્ટેન્ડે ઉતર્યા હતા. અહીંથી તેઓ વાસણા જવા ઓટોરીક્ષામાં બેઠા હતા. તેમની સાથે એક કાળી બેગ હતી જેમાં 1.50 લાખના દાગીના તથા રૂ.23 હજાર રોકડ હતી. રીક્ષામાંથી ઉતરતા સમયે તેઓ આ બેગ અંદર જ ભૂલી ગયા હતા.

પોલીસે CCTVથી રીક્ષા ચાલક શોધી બેગ પાછી અપાવી
આથી જોહરાબાનુએ વાસણા પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપી હતી. તેમની ફરિયાદના આધારે સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા CCTV ફૂટેજ ચેક કરીને રીક્ષાનો નંબર જાણીને તેના માલિકને શોધી કઢાયો હતો. આમ રીક્ષા ચાલક પાસેથી આ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ ભરેલી બેગ લઈને પોલીસે તેના મૂળ માલિકને સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...