ઘોર કળિયુગ!:અમદાવાદના પોશ વિસ્તારનો ચોંકાવનારો કિસ્સો, નવા કૂકરમાં મહિલાને જમવાનું બનાવતા ન ફાવ્યું તો પતિ અને પુત્રએ ઘરમાંથી કાઢી મૂકી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજ્યમાં લોકડાઉન દરમિયાન પણ મહિલાઓ પરના અત્યાચાર યથાવત.
  • મહિલા આયોગની ટીમે 3 કિસ્સાઓમાં 3 મહિલાઓને બચાવી પરિવાર પાસે મોકલી દીધી.
  • ધનિક પરિવારની દીકરી રસ્તા પર ભિખારીની જેમ રખડતી હતી એવામાં મહિલા આયોગની ટીમે સેલ્ટરમાં લઈ ગઈ.

કોરોના કાળમાં ઘણા પરિવારમાં અંતર ઘટ્યું તો ક્યાંક મહિલાઓ પર અત્યાચારના અનેક બનાવો સામે આવ્યા છે. મહિલા આયોગ પાસે અનેક પીડિત મહિલાઓ આવી જેમાં કેટલાક કિસ્સામાં તો યુવતીઓ ગર્ભશ્રીમંત પરિવારની હતી તો ક્યાંક માં ને દીકરાએ કાઢી મૂકી હોવાનું સામે આવ્યું હતું. ઘરની બહાર લોક ડાઉનમાં ક્યાંય આશરો ન મળ્યો તો મહિલા આયોગની ટીમે અસંખ્ય પીડિતાને સહારો આપ્યો હતો. આવા કેસમાં ક્યાંક મહિલા આયોગ મસીહા બનીને પરિવારને મેળવી દીધા તો ક્યાંક કડક થઇને મહિલાને તેનો હક અપાવ્યો છે.

માતા-પિતાથી નારાજ દીકરી ઘર છોડીને જતી રહી
ઉત્તર ગુજરાતના ગર્ભશ્રીમત પરિવારમાં એકની એક દીકરીને પરિવાર લાડ કોડથી મોટી કરી હતી. દીકરીને દરેક ઈચ્છા પૂરી કરવા પરિવાર પ્રયાસ કરતી હતી. આ બધાની વચ્ચે લોક ડાઉન અને પછી મીની લોકડાઉન થયું.જેથી ભણવાનું ઓનલાઈન થઇ ગયું હતુ.પરંતુ દીકરીને એન્જીનીયરીંગની કોલેજ માટે એડમિશન આપવાનું હતું.માતા એ દીકરીની પસંદ સિવાયની કોલેજમાં એડમિશન આપવા માટે પિતા સાથે વાત કરી જેથી દીકરીને લાગી આવ્યું અને માતા પિતા તેના વિરોધી છે તેમ માની બેઠી હતી. આ વાતને કારણે દીકરી ઘરેથી કઈ કહ્યા વગર નીકળી ગઈ હતી.

ઘરેથી નીકળેલી દીકરી બે દિવસે ભૂખ્યા તરસ્યા ગાંધીનગર નજીક ફરતી હતી. મહિલા આયોગની ટીમ તેને ગાંધીનગર લઈ આવી હતી.અને એને નવડાવી, જમાડીને પૂછતા યુવતી ફાકડું અંગ્રેજી બોલતી હતી.અને એના એડમિશનને લઈને ઘરેથી નીકળી ગઈ હિવાનું જણાવ્યું હતુ. તેણે જીદ પકડી કે હવે તેના માતા પિતા સાથે નહિ જય ત્યારે મહિલા અયોગે યુવતીને વિશ્વાસ અપાવ્યો કે તને તકલીફ પડશે તો અમે તરત તને પાછી લઈ આવીશું.અને તેના માતા પિતાને બોલાવી દીકરીને ઘરે મોકલી હતી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

દીકરાઓએ માતાને માર મારીને કાઢી મૂકી
અમદાવાદના પોશ વિસ્તારની શરમ જનક ઘટના પણ મહિલા આયોગ સુધી પહોંચી હતી.પરિવારમાં પિતા અને પુત્ર બન્ને સરકારી કર્મચારી છે.ઘરમાં વૃદ્ધ માતા છે જે પોતાના જૂની પરંપરા પ્રમાણે ગૃહ કાર્ય કરતી હતી.જેથી પતિ અને દીકરાને માતા જૂનવાણી લાગતી હતી.આ બધાની વચ્ચે ઘરમાં ડિજીટલ કુકર લાવવામાં આવ્યું .પણ માતાને આ બધું ફાવતું ન હતું.જેથી દીકરા અને પતિએ મહિલાને ખૂબ માર મારીને ઘરની બહાર કાઢી મૂકી હતી.

લોકડાઉનમાં સમય ઉપરથી કોરોનાનાં દરના કારણે મહિલાને કોઈએ મદદ કરી નહિ અને નજીકમાં રખડતા ભટકતા ગરીબ લોકોની વચ્ચે આવી ગઈ.લોકો જમવાનું આપે તો જમી લેતી હતી.આ દરમિયાન મહિલા આયોગની ટીમને આ મહિલા વિશે જાણ થઇ અને તેને પૂછતાં સમગ્ર મામલો સામે આવ્યો.મહિલા આયોગની ટીમે તેના પરીવારનો સંપર્ક કર્યો પણ માતાને લેવા દીકરાને જરાય ઇચ્છા ન હતી.આખરે મહિલા આયોગે નોટિસ આપી ત્યારે પરિવાર મહિલાને પોતાના ઘરે લઈ ગયો હતો.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

પતિના ત્રાસથી પરેશાન મહિલાને બચાવાઈ
મહિલા આયોગમાં એક મહિલાએ વિડીઓ કોલ કર્યો અને કહ્યું કે હું વડોદરા રહું છું .મારા પતિ મને મારે છે.આ વાત વીડિયો કોલ પર ચાલી રહી હતી ત્યારે મહિલાના પતિએ ચાલુ ફોને જ મહિલાને મારવાનું શરૂ કરી દીધું હતું.જેથી મહિલા આયોગની ટીમ તેને રોકવા કીધું પણ પતિ તેની પત્નીને મારતો જ રહ્યો હતો.જેથી મહિલા આયોગની ટીમે તાત્કાલીક વડોદરા પોલીસને કહ્યું અને પોલીસની ટીમે ત્યાં જઈને મહિલાને બચાવી લીધી હતી.

આ અંગે મહિલા આયોગના ચેરમને લીલાબેન આકોલીયાએ જણાવ્યું હતું કે ,લોકડાઉન, કોરોનાના સમયમાં પણ મહિલા આયોગ પર અત્યાચાર ઘટ્યા નથી. મહિલાઓને મારા મારવાના ઘરેથી કાઢી મુકવાના અનેક કિસ્સા અમારી પાસે આવ્યા છે.અમે બનતા તમાંમ પ્રયાસ કરીને મહિલાને યાતનામાંથી બહાર કાઢવા પ્રયાસ કર્યો છે.