તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રેમ સંબંધ માટે ચોરી:અમદાવાદના એક ઘરમાં લાખોની ચોરી થઈ, પતિએ પોલીસમાં ફરિયાદ નોઁધાવી, તપાસમાં પત્ની જ ચોર નીકળી

અમદાવાદ2 મહિનો પહેલા
  • FSLને ઘરમાંથી મળેલા ફિંગરપ્રિન્ટ પરિણીતા સાથે મેચ થયા, આખરે તે જ ચોર નીકળી
  • પત્નીએ ઘરમાંથી ચોરી કરેલો સામાન તેની ફોઈને આપ્યો તો ફોઈએ તેના બોયફ્રેન્ડને કિંમતી વસ્તુઓ આપી
  • ફોઈએ બોયફ્રેન્ડને ધંધામાં નુકસાન થતાં ભત્રીજીએ ચોરીને આપેલો મુદ્દામાલ તેને આપી દીધો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કુંવારો બોયફ્રેન્ડ રાખ્યો હતો. જેને ગિફ્ટ આપવા ઘરમાં ચોરી કરી પણ ચોરી પકડાઈ ગઈ અને ભાંડો ફૂટી ગયો છે. આ વાત અહીંયાંથી અટકતી નથી. પરિણીતાએ ચોરેલો માલ તેની ફોઈના ઘરે રાખવા માટે આપ્યો તો ફોઈનો પણ બોયફ્રેન્ડ હતો. જેને વેપારમાં નુકસાન થતાં તે કિંમતી વસ્તુઓ તેને આપી દીધી હતી. પારિવારીક સંબંધને લાંછન લગાવતી ઘટના સામે આવી છે.

ઘરફોડ ચોરીની પતિએ ફરિયાદ નોંધાવી હતી
વટવા વિસ્તારમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. વટવાની એક સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ હતી. આ અંગે ઘરના મોભીએ પોલીસ ફરિયાદ નોંધાવી અને તપાસ શરૂ કરી હતી. ઘરમાં FSLની મદદ લેવામાં આવી તો ચોરીની જગ્યાની આસપાસ માત્ર ફરિયાદ કરનારની પત્નીના જ ફિંગરપ્રિન્ટ મળ્યા હતા.પહેલા પોલીસને મહિલા પર શંકા ગઈ અને પછી પોલીસે તપાસ શરૂ કરી તો ચોંકાવનારી વિગત સામે આવી છે.

પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે
પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે

પોલીસે ઉલટ તપાસ કરી પૂરાવા શોધ્યા
હવે આ કેસમાં પોલીસે ફરિયાદીની પત્નીની ઉલટ તપાસ કરી અને સાયન્ટિફિક પૂરાવા શોધવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન પરિણીતા રમીલા (નામ બદેલલું છે)ના એક કુંવારા યુવક સાથે સબંધ સામે આવ્યા હતા. બોયફ્રેન્ડને રિઝવવા માટે તેને મોંઘીદાટ ગિફ્ટ આપવા માટે રમીલા ઘરમાંથી ચોરી કરીને તેની ફોઈ રશ્મી(નામ બદેલલું છે)ના ઘરે ચોરીનો મુદ્દામાલ મૂકી આવતી હતી.

પરિણીતાએ બોયફ્રેન્ડને મોંઘોદાટ મોબાઈલ ખરીદી આપ્યો
પોલીસે બંને મહિલાની પૂછપરછ કરતા રમીલાએ ઘરમાં ચોરી કરીને તેના બોયફ્રેન્ડને 92 હજારનો મોબાઈલ પણ અપાવ્યો હતો. પણ બીજા મુદ્દામાલની રિક્વરી કરવા માટે પોલીસ મથી રહી હતી, ત્યારે પોલીસને રમીલાની ફોઈ રશ્મીની પૂછપરછ કરી હતી અને હવે જે તથ્ય સામે આવ્યું એ પોલીસ માટે વધુ આચકાં સમાન હતું. રમીલા જે ચોરીનો મુદ્દામાલ રશ્મીના ઘરે રાખતી હતી. તે રશ્મીએ તેના બોયફ્રેન્ડને આપી દીધું હતું.

ઘરમાં ચોરી કરનાર સાથે મહિલાના ફિંગરપ્રિન્ટ મેચ થયા હતા
ઘરમાં ચોરી કરનાર સાથે મહિલાના ફિંગરપ્રિન્ટ મેચ થયા હતા

ફોઈના બોયફ્રેન્ડને વેપારમાં નુકસાન થયું હતું
રશ્મીના બોયફ્રેન્ડને પણ વેપારમાં નુકસાન થયું હતું. જેથી આ કિંમતી વસ્તુઓ તેણે તેને આપી દીધી હતી અને રમીલાના ઘરમાંથી ચોરાયેલો 8 લાખથી વધુના મુદ્દામાલની કડી પોલીસને મળી ગઈ છે. પોલીસે હાલ બંને મહિલાઓને પકડીને મુદ્દામાલ રિક્વર કરવા માટે તેમના બોયફ્રેન્ડ સુધી તપાસ વધારી છે.

પરિણીતાના બોટાદ રહેતા બોયફ્રેન્ડની પણ પોલીસે પુછપરછ કરી
સમગ્ર ચોરી કેસમાં વટવા પોલીસે સમગ્ર મુદ્દામાલ રિક્વર કરી લીધો છે. ત્યારે આરોપી મહિલા રમીલાના જેની સાથે પ્રેમસંબંધ હતા. તે પુરુષ બોટાદ ખાતે રહે છે. તેની પણ પૂછપરછ માટે વટવા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, પ્રાથમિક તબક્કે એ યુવકનો આ સમગ્ર કેસમાં કોઈ રોલઆઉટ જણાઈ આવતો નથી. જેથી પોલીસ યુવક વિરુદ્ધ કોઈ પગલાં લેશે નહીં. પરંતું જો કોઈપણ ખૂણે મહિલાના પ્રેમીની ભૂમિકા પોલીસના નજરે ચઢશે તો ચોક્કસથી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તેવું પોલીસનું કહેવું છે.

ઘરમાં ઘાડ પાડનારી પરિણીતા અને ફોઈની ધરપકડ
ઘરમાં ઘાડ પાડનારી પરિણીતા અને ફોઈની ધરપકડ
અન્ય સમાચારો પણ છે...