તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા હેલ્પલાઈન ટીમનું રેસ્ક્યુ મિશન:વિદેશ લઈ જવા બાબતે પતિ સાથે ઝઘડો થતા આપઘાત માટે રિવરફ્રન્ટ પહોંચેલી પરિણીતાને બચાવી લેવાઈ

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • યુવતીએ 11 મહિના અગાઉ જ પ્રેમ લગ્ન કર્યા હતા
  • પતિ આફ્રિકામાં વર્ક વીઝા પર કામ કરતો હોઈ યુવતી અહીં એકલી હતી

શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ સાથે વિદેશ લઈ જવા મામલે ઝઘડો થતાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા પહોંચી હતી. કોલેજ મિત્રને આ બાબતે જાણ કરીને પરિણીતા આપઘાત માટે નીકળતા તેના મિત્રએ તાત્કાલિક મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરી જાણકારી આપી હતી. હેલ્પલાઈનની ટીમ રિવરફ્રન્ટ પહોંચી મહિલાને પતિ સાથે ઝઘડો ન કરી આવી હરફત ફરી ન કરવા સમજાવી હતી અને ઘરે મોકલી આપી હતી.

11 મહિના પહેલા યુવતીના પ્રેમ લગ્ન થયા હતા
ઘટનાની વિગતો મુજબ, મહિલા હેલ્પલાઈનની ટીમને કોલ મળ્યો હતો કે, મારી કોલેજ મિત્રને પતિ સાથે ઝઘડો થતા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે જાય છે. જેથી હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક રિવરફ્રન્ટ પહોંચી યુવતીને પૂછતાં તેણે 11 મહિના પહેલા પ્રેમલગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. જોકે તે યુવતીનો પતિ છેલ્લા 8 મહિનાથી વર્ક પરમીટ વિઝા પર આફ્રિકા ખાતે ગયો છે.

રિવરફ્રન્ટની ફાઈલ તસવીર
રિવરફ્રન્ટની ફાઈલ તસવીર

પતિ સાથે આફ્રિકા લઈ જવા બાબતે બોલાચાલી થઈ હતી
છેલ્લા ત્રણ મહિનાથી આ યુવતી સાસરી આણંદથી પિયર અમદાવાદ આવી છે. પતિ સાથે આફ્રિકા લઈ જવા બાબતે બોલાચાલી થઈ હતી. જેથી ગુસ્સામાં ઘરમાં કોઈને જાણ કર્યા વગર યુવતી સાબરમતી રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી હતી. રિવરફ્રન્ટ પર જતાં તેણે કોલેજ મિત્રને વોટ્સએપ મારફતે જાણ કરી હતી.

રિવરફ્રન્ટ પરથી મહિલા હેલ્પલાઈને બચાવી લીધી
​​​​​​​
જેથી મિત્રએ હેલ્પલાઈનની ટીમને જાણ કરતા તેણે યુવતીનું સ્થળ પર જ કાઉન્સેલિંગ કરી ઝઘડો ન કરવા સમજાવી અને તેના માતા-પિતાને પણ સમજાવ્યા હતા. આમ મહિલા હેલ્પલાઈનની ટીમે પરિણીતાને જીવન ટૂંકાવતા બચાવી લીધી હતી.