તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાની દાદાગીરી:માસ્ક નહીં પહેરનાર મહિલાએ પોલીસને ખખડાવી, હું સેલ્સટેક્સ ઈન્સપેક્ટર છું દંડ નહીં ભરૂ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સોલા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી

અમદાવાદમાં રોજ કોરોનાનાં કેસ વધી રહી છે ત્યારે પોલીસ દ્વારા માસ્ક નહિ પહેરનાર સામે કાર્યવાહી કરી રહી છે.આવા સમયે દંડ નહીં ભરનાર લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરે છે. સોલા પોલીસે કોરોના માસ્ક માટે રોકેલી કારમાં મહિલાએ માસ્ક પહેરેલું નહીં હોવાથી તેમને દંડ ભરવા કહ્યું હતું પણ મહિલા ઉશ્કેરાઈને બુમો પાડવા લાગી અને કહ્યું હું સેલ્સટેક્સ ઇન્સપેક્ટર છું તને ફસાવી દઈશ. આખરે પોલીસે મહિલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી હતી
સોલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લોકરક્ષક કપિલ કુમાર તેમના સ્ટાફના લોકો સાથે નિરમા યુનિવર્સિટી ચાર રસ્તા પાસે નાકાબંધી પોઈન્ટ ઉપર હતા. કોરોના વાયરસ ના સંક્રમણને રોકવા માસ્ક નહીં પહેરનાર લોકોને પકડીને તેમને મેમો આપી રહ્યા હતા. ત્યારે વૈષ્ણોદેવી સર્કલ તરફ જતા રોડ ઉપરથી એક સફેદ કલરની ડસ્ટર ગાડી પસાર થતી હતી. ગાડીના ચાલકની પાછળની સીટમાં બેઠેલા એક બહેને માસ્ક પહેર્યું ન હતું. જેથી આ ગાડીને રોકી માસ્ક નહિ પહેરવા બાબતે દંડ ભરવા તેઓને જણાવ્યું હતું.

માસ્ક નહીં પહેરનાર મહિલા ઉશ્કેરાઈ ગઈ
ત્યારે ગાડીમાં બેઠેલી મહિલા રીટાબેન કનુભાઈ પટેલ પોલીસ સાથે ઘર્ષણ માં ઉતરી આવી હતી અને ગાડીની ચાલક પણ ગુસ્સામાં આવીને પોલીસ સાથે ઘર્ષણ કરવા લાગી હતી અને કહ્યું હતું કે 'હું દંડ નહીં ભરું, તમે ખોટી લુખ્ખાગીરી કરો છો, તમારાથી જે થાય તે કરી લો. આ દરમિયાન ગાડીમાં બેઠેલી મહિલાએ પણ અચાનક ગુસ્સામાં આવી રોડ પર જોરજોરથી બૂમો પાડવા લાગી હતી અને કહ્યું કે 'હું સેલ્સ ટેક્સ ઇન્સ્પેક્ટર છું, ચલ હટ, જો તું મને નહી જવા દે તો હું તને ઝાપટ મારી દઈશ અને તું મને જ હેરાન કરે છે' આમ કહી બંને બુમાબુમ કરવા લાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...