તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ઓનલાઇન કબાટ વેચવામાં મહિલાએ 93 હજારગુમાવ્યા, જૂનું ફર્નિચર 8 હજારમાં વેચવા પોસ્ટ મૂકી હતી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂ. 1નું ટ્રાન્જેક્શન કર્યા બાદ ક્યૂઆર કોડ મેળવીને ગઠિયાએ મહિલાના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા

મહિલાએ ઓએલએક્સ વેબસાઈટ પર જૂનું કબાટ વેચવાની જાહેરાત મૂકી હતી, જે જોઈને ગઠિયાએ મહિલાનો સંપર્ક કર્યો હતો અને 8 હજારમાં કબાટ લેવાનું નક્કી કર્યું. પહેલા 1 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કર્યા બાદ પાંચ હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન કરીને ક્યુઆર કોડ મેળવી લીધો. ત્યાર બાદ મહિલાના ખાતામાંથી જુદા જુદા ટ્રાન્જેક્શનથી રૂ.93 હજાર પડાવી લીધા હતા.

નારણપુરામાં રિદ્ધિ વિનાયક ટાવરમાં રહેતા સૌમિલ બકુલચંદ્ર રાણા (31) ટેકનિકલ સપોર્ટ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. 5 ઓગસ્ટના રોજ સૌમિલના પત્નીએ ઓએલએકસ પર જૂનો લાકડાનું કબાટ વેચવાની જાહેરાત મૂકી હતી, જેના આધારે અજાણ્યા નંબર પરથી તેમના ઉપર ફોન આવ્યો હતો. સામે વાળી વ્યક્તિએ કિંમત પૂછતા સૌમિલનાં પત્નીએ 8 હજારમાં કબાટ વેચવાનું હોવાનું કહ્યું હતું. બીજા દિવસે તે જ વ્યકિતએ ઓનલાઈન પેમેન્ટની કરવાનું કહી સૌમિલના પત્નીના એકાઉન્ટમાં 1 રૂપિયા બાદ રૂ.5 હજારનું બીજું ટ્રાન્જેક્શન કર્યં હતું, જેની મદદથી તેણે ટ્રાન્જેક્શનના ક્યુઆર કોડ મેળવી સૌમિલના પત્નીના એકાઉન્ટમાંથી જુદા જુદા ટ્રાન્જેક્શનથી 93 હજાર ઉપાડી લીધા. છેતરપિડીં બાદ સૌમિલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...