તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:કરણી સેનાના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ સામે છેડતીની ફરિયાદ, સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

કરણી સેનાના ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ અને યુવા જનજાગૃતિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓ‌‌ળખ આપનારા રોનકસિંહ ગોહિલ વિરુદ્ધ એક મહિલાએ સોલા પોલીસ સ્ટેશનમાં છેડતી, મારામારી અને ધમકીની ફરિયાદ નોંધાવી છે.

આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ જે. પી. જાડેજાએ કહ્યું કે, મહિલા શનિવારે રાત્રે પોલીસ સ્ટેશન આવી હતી. તેણે રોનકસિંહ ગોહિલ અને તેના બોડીગાર્ડ વિરોધ છેડતી, મારામારી અને ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેની ફરિયાદ મુજબ તે અને રોનકસિંહ મિત્રો હતાં. શનિવારે સવારે બંને વચ્ચે હોટેલમાં જમવા જવા ફોન પર વાત થઈ હતી. મહિલાએ રોનક સિંહને કહ્યું હતું કે, ‘તું જેને લઈને ફરે છે તેને જ હોટલમાં જમવા લઈ જા.’ આ બાબતે બંને વચ્ચે ફોન પર ઝઘડો થતાં મહિલા એસજી હાઈવે પર સોલામાં આવેલા એસજી હબ ખાતેની રોનકસિંહની ઓફિસે પહોંચી હતી, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં રોનકસિંહ અને તેના બોડીગાર્ડે મહિલા સાથે ઝપાઝપી કરી અડપલાં કર્યાં હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.

‘રોનક સિંહને કરણી સેના સાથે કોઈ લેવાદેવા નથી’
બીજી તરફ મહિલાએ નોંધાવેલી ફરિયાદ અંગે કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવતે સ્પષ્ટતા કરી હતી કે, રોનક સિંહ હાલ કરણી સેનામાં નથી અને તેની સાથે કરણી સેનાને કોઈ લેવાદેવા નથી.

અન્ય સમાચારો પણ છે...