તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં છેડતી:દૂધેશ્વર બ્રિજ પર ચાલતી જતી યુવતીનો હાથ પકડીને રોમીયોએ બીભત્સ માગણી કરી, માધુપુરામાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદ8 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યુવતીની માતાને ઘટનાની જાણ થતાં ઠપકો આપવા ગઈ તો યુવકે તેમને ધક્કો માર્યો અને યુવતીને માર માર્યો

શહેરના દૂધેશ્વર બ્રિજ નજીક યુવકે યુવતીને જાહેરમાં રોકીને તેનો હાથ પકડી બીભત્સ માંગણી કરી હોવાની ફરિયાદ માધુપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. શનિવારે બપોર બાદ ચાર વાગ્યાના અરસામાં યુવતી પોતાનું પતાવી ઘરે જતી હતી ત્યારે તેનો હાથ પકડીને એક યુવકે બીભત્સ માંગણી કરી હતી. એટલું જ નહીં આરોપીએ તેના મોઢા પર છૂટો મોબાઈલ માર્યો હતો. ફરિયાદ નોંધીને માધુપુરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

યુવક યુવતીને ગાળો બોલીને ફરાર થયો
માધુપુરા વિસ્તારમાં દૂધેશ્વર બ્રિજ નજીક રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શનિવારે બપોર બાદ ચાર વાગ્યાની આસપાસ તે પોતાનું કામ પતાવીને ઘરે જઈ રહી તે દરમિયાન જૂના મ્યુનિ ક્વાર્ટરના ઝાપા પાસે મઝર ઉર્ફે સલીમ નામના યુવકે તેને રસ્તામાં રોકીને તેની હાથ પકડીને બીભત્સ માંગણી કરી હતી. જો કે યુવતીએ તેની સાથે જેમ તેમ વાત કરવાની ના પાડતા આરોપી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી યુવતી એ તેને ગાળો બોલવાનીના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને તેનો મોબાઈલ યુવતીના મોઢા પર મારી ને ત્યાંથી જતો રહ્યો હતો.

યુવતીની માતા યુવકને ઠપકો આપવા ગઈ તો તેને ધક્કો માર્યો
બપોરે યુવતી જ્યારે ફરી થી જૂના મ્યુનિ. ક્વાર્ટર પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે આરોપ મઝર ઝાપાં પાસે બેઠો હતો. જેથી યુવતીએ તેની માતાને શનિવારે તેની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. બાદમાં યુવતી અને તેની માતા આરોપી પાસે પહોંચ્યા હતા. યુવતીની માતાએ આરોપીને મારી દીકરીનો હાથ કેમ પકડ્યો હતો? એમ કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી યુવતીની માતાને ધક્કો માર્યો હતો. જ્યારે યુવતી વચ્ચે પાડતા તેને પણ માર માર્યો હતો.

યુવક મિત્રની બાઈક પર તલવાર લઈને આવ્યો
આરોપીએ ધમકી આપી હતી કે અહીંયા ઊભા રહો હું આવું છું. તેમ કહીને તે ક્વાર્ટરમાં ગયો હતો. અને થોડીવારમાં આરોપી તેના કોઈ મિત્રના બાઇક પર હાથમાં તલવાર લઈને આવ્યો હતો. જો કે યુવતી જોઈ જતા તે તેની માતા સાથે પોતાના ઘરે ચાલી ગઈ હતી. બાદમાં યુવતીની ઘર પાસેના કેટલાક લોકો આરોપીના ઘર પાસે પહોંચતા તે ત્યાંથી રવાના થઈ ગયો હતો. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો