શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતા બે બાળકોના જન્મ બાદ જાડી થઈ ગઈ હોવાથી પતિ તેને પોતાની સાથે ક્યાંય લઈ જતો ન હતો. તેની સાથે પરિણીતા જો ઉપવાસ કરે તો એને કોઈ ફરાળ કે ફ્રુટ પણ આપતો ન હતો. સતત માનસિક ત્રાસના કારણે પરેશાન પરિણીતાએ આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. હાલ પોલીસે અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
2005માં મહિલાના લગ્ન થયા હતા
ઇસનપુરમાં રહેતી 40 વર્ષીય પરિણીતા એક કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. વર્ષ 2005માં મેમનગર ખાતે રહેતા એક યુવક સાથે તેના લગ્ન થયા હતાં. બાદમાં 2010માં આ મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો અને 2014માં એક પુત્રને જન્મ આપ્યો હતો. સંતાનો થયા બાદ આ મહિલાને થાયરોડની બીમારી થતા તેનું શરીર વધતું જતું હતું. જેથી પતિ અન્ય બાબતોમાં તેની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યા કરતો હતો. મહિલાએ પુત્રને જન્મ આપ્યા બાદ તેનો દીકરા-દીકરી વચ્ચે ભેદભાવ રાખતો હતો.
કોરોના ટેસ્ટ કરાવ્યો તો પતિએ ઘરમાં ન ઘુસવા દીધી
અન્ય સાસરિયાઓ પણ તેને ત્રાસ આપી પોતાનો પગાર પતિના ખાતામાં ટ્રાન્સફર કરાવી દેવાનું કહેતા હતા. મહિલા તેની પુત્રીનો પક્ષ લે તો પતિ તેની સાથે બબાલ કરતો હતો. આ બધી બાબતો પરિણીતાએ તેના પિયરજનોને કરતા સમાધાન માટે ભેગા થયા હતા. કોરોનાના કાળમાં મહિલાને શરદી-ખાંસી થતા તે ટેસ્ટ કરાવી ઘરે આવી તો પતિએ તેને ઘરમાં ઘુસવા દીધી નહોતી. આખરે સંતાનો વચ્ચે પડતા તેને ઘરમાં આવવા દીધી હતી.
નોકરી છોડાવી ખર્ચ માટે પૈસા ન આપતો
બાદમાં શંકાઓ રાખી તેના પતિએ નોકરી છોડાવી દીધી પણ કોઈ ખર્ચના રૂપિયા આપતો નહોતો. મહિલા ઉપવાસ કરે તો ફરાળ માટે ફ્રુટ લાવવાના પણ પૈસા આપતો નહોતો. સંતાનોને બહાર ફરવા લઈ જાય તો તેની મહિલાને તેનો પતિ લઈ જતો નહોતો અને તેને કોઈ પણ બાબતમાં ઇમવોલ્વ કરતો નહિ. આ માનસિક શારીરિક ત્રાસથી કંટાળી મહિલાએ અરજી કરતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.