તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામાંધ પતિ બન્યો હેવાન:અમદાવાદમાં પત્નીની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવા પતિએ બળજબરી કરી, મહિલા તાબે ના થતા માર માર્યો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • 40 વર્ષની પરિણીતાએ 2003માં સાસુ-સસરાની ઈચ્છા વિરુદ્ધ મંદિરમાં જઈને લગ્ન કર્યા હતા
  • પતિ અને સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

અમદાવામાં પરિણીતા સાથે શરીર સબંધ બાંધવા માટે પતિએ બળજબરી કરી પરંતુ પત્નીએ ના પાડતા પતિએ તેને માર માર્યો હતો. પતિની ખોટી વાતમાં સાસુ-સસરાએ પણ તેનું ઉપરાણું લઈ ત્રાસ આપતા મહિલાએ કંટાળીને પતિ અને સાસરિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સંબંધ બાંધવાની ના પાડતા પતિએ માર માર્યો
અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોધાવી છે કે મહિલાએ સગાઈ કરી ત્યારે તેણે લીવરમાં ગાંઠ હોવાથી ઓપરેશન કરાવતા ડોક્ટરે બાળકો નહીં થાય તેવું કહ્યું હતું. જોકે મહિલાને હાલમાં સંતાન છે. તે સમયે આ વાત જાણી તેની સાસુ અને તેના સસરાએ લગ્ન ન કરાવવાનું કહ્યું હતું પણ મહિલાએ મંદિરમાં જઈને લગ્ન કરી સંસાર માંડ્યો હતો. બાદમાં તેનો પતિ શંકા-વહેમ રાખી તેને ત્રાસ આપતો અને માર પણ મારતો હતો. ત્રણેક દિવસ પહેલા મોડી રાત્રે મહિલાના પતિએ શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું પણ મહિલા કંટાળી હોવાથી ના પાડતા તેને ત્રાસ આપી બબાલ કરી માર મારતા હવે પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

ખાડિયા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર
ખાડિયા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

2003માં મહિલાના લગ્ન થયા હતા
શહેરના ખાડીયા માં રહેતી 40 વર્ષીય મહિલાનો પતિ રાયપુર ખાતે દુકાનમાં નોકરી કરે છે. મહિલાને સંતાનમાં બે બાળકો છે. તેના સાસુ-સસરા તેનાથી અલગ રાયપુર રહે છે જ્યારે દિયર કચ્છ રહે છે. વર્ષ 1999માં આ મહિલાની સગાઈ એક યુવક સાથે થઈ હતી અને ચારેક વર્ષ આ સગાઈ રહી હતી. આ દરમિયાન મહિલાને પેટમાં લીવર ઉપર ગાંઠનું ઓપરેશન કરાવતા ડોક્ટરે મહિલાને બાળકો નહિ થાય તેવું જણાવ્યું હતું. જેથી મહિલાની સાસુ અને સસરાએ તેમના દીકરા સાથે લગ્ન કરાવવાની ના પાડી હતી. જોકે આ લોકોની મરજી વિરુદ્ધ જઈને મહિલાએ યુવક સાથે મંદિરમાં જઈ વર્ષ 2003માં લગ્ન કરી લીધા હતા અને બાદમાં તેના પતિ સાથે રહેવા લાગી હતી.

કોઈની સાથે ફોન પર વાત કરે તો પણ પતિ ત્રાસ આપતો
આ મહિલાનો પતિ છેલ્લા ત્રણેક માસથી તેની પર શંકા રાખી તેને ત્રાસ આપતો હતો. મહિલા કોઈની પણ સાથે ફોન પર વાત કરે તો તેનો પતિ આડા સંબંધ હોવાનું માની તેને ત્રાસ આપતો હતો. ત્રણેક દિવસ પહેલા મહિલાના પતિએ અચાનક મોડી રાત્રે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું પણ મહિલા કંટાળી હોવાથી મનાઈ કરતા તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો. આ બાબતે સાસુ-સસરાએ પણ તેમના દીકરાનું ઉપરાણું લઈ મહિલાને ત્રાસ આપતા મહિલાએ કંટાળી ખાડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.