દહેજ ભૂખ્યા સાસરીયાનો ત્રાસ:અમદાવાદની પરિણીતાને દહેજના લીધે પ્રેગ્નેન્સીમાં પણ સાસરીયાએ ઘરકામ કરવા મજબૂર કરતા બે વખત ગર્ભપાત થઈ ગયો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • બે-બે વખત ગર્ભમાં જ બાળકના મોત થતા પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી​​​​​​​

અમદાવાદની પરિણીતા લગ્ન કરી સાસરીમાં ગઇને પહેલા દિવસથી કરિયાવરને લઈને સાસરીયા તેના પર દાઝમાં રાખતા હતાં. પરિણીતા ગર્ભવતી થઈ તેમ છતાં તેની પાસે જબરજસ્તી ઘરકામ કરવા મજબૂર કરવામાં આવતી હતી. જેથી તેને એક વખત નહીં પણ બે-બે વખત ગર્ભપાત થઈ ગયો. પોતાના બાળકો દુનિયામાં આવતા પહેલા ત્રાસના કારણે તેઓ ગર્ભમાં જ મૃત્યુ પામતા તૂટી ગયેલી પત્નીએ પતિ અને સાસરીયા સામે ગુનો દાખલ કરાવ્યો છે. જે અંગે હાલ ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કરિયાવાર માટે પરિણીતાને હેરાન કરાતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની નજીક આવેલા ગામમાં રહેતી નિશા (નામ બદલ્યું છે) ના લગ્ન મેહુલ (નામ બદલ્યું છે ) સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. નિશા લગ્ન કરીને આવી ત્યારથી તેને કરિયાવર માટે હેરાન કરવામાં આવતી હતી.

ખોખરા પોલીસ સ્ટેશનની તસવીર
ખોખરા પોલીસ સ્ટેશનની તસવીર

પ્રેગ્નેન્સીમાં પણ ઘરકામ કરાવાતું
​​​​​​​
લગ્નના થોડા મહિનામાં નિશા ગર્ભવતી થઈ પણ આ દરમિયાન તેને સતત ઘરકામ કરવા માટે મજબૂર કરવામાં આવતી હતી. જેના કારણે તેના ગર્ભમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. ત્યાર બાદ બીજા એક બાળકનું ગર્ભમાં મોત થતા તેણે આ અંગે હવે સાસરિયાને સબક શીખવાડવા માટે મન બનાવી લીધું હતું. પોતાના સાથે બનેલી ઘટના અંગે હાલ મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.