ઘરેલું હિંસા:તારે છોકરો નહીં થાય કહી દાણીલીમડામાં પરિણીતા સાથે મારઝૂડ કરનાર પતિ સહિતના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાણીલીમડા પોલીસ સ્ટેશન - Divya Bhaskar
દાણીલીમડા પોલીસ સ્ટેશન
  • લગ્નના 6 મહિના બાદ જ સાસરીયાઓ દહેજની માંગણી કરી મારઝૂડ કરવા લાગ્યા હતા
  • તને છોકરા નહીં થાય તેમ કહી દહેજની માંગણી કરનાર પતિ સહીત સાસરીયા વિરુદ્ધ ફરીયાદ
  • દાણીલીમડા પોલીસે પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી\

દાણીલીમડામાં દહેજ ભુખ્યા પતિ સહીત સાસરીયાઓનો ત્રાસ સામે આવ્યો છે. જેમાં પરિણિતાને દહેજ પેટે પૈસા અને નવા બાઈકની માંગણી કરીને મારઝૂડ કરતા હતા. એટલું જ નહીં, સાસુ તારે છોકરો નહીં થાય તેમ કહીને મેણા મારીને પતિની ચડામણી કરાવીને મારઝૂડ કરાવતા હતા. જેથી તંગ આવેલી પરિણિતાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.

દાણીલીમડામાં રહેતી 22 વર્ષીય યુવતીના લગ્ન 2021માં દાણીલીમડા ખાતે જ રહેતા યુવક સાથે થયા હતા. લગ્ન બાદ યુવતી સંયુક્ત પરીવાર સાથે રહેવા લાગી હતી. જો કે લગ્નના બે મહિના સુધી યુવતીને સારી રીતે રાખી હતી બાદમાં નાની નાની બાબતે ઝઘડો કરીને મારઝૂડ કરવાનું શરૂ થઈ ગયુ હતુ. એટલું જ નહીં પતિ સહિત સાસરીયાઓ દહેજની માંગણી કરવા લાગ્યા હતા. જો કે દહેજ પેટે રૂપિયા આપવાની યુવતીએ ના પાડી ત્યારે પતિ સહિત સાસરીયાઓ મારઝૂડ કરતા હતા.

એક દિવસ યુવતી ઘરે હાજર હતી ત્યારે તેના પતિ સહિત સાસરીયાઓ તું તારા ઘરેથી પૈસા તથા મોટર સાઈકલ લઈને આવ તેમ કહીને માર માર્યો હતો. એટલું જ નહીં, સાસુ છ માસમાં તારાથી છોકરા પણ પેદા નહીં થાય તેમ કહીને મેણાટોણા મારીને પતિની ચડામણી કરાવી મારઝૂડ કરાવતા હતા. છેવટે તંગ આવેલી યુવતી તેના પિયરમાં પહોંચી હતી. બાદમાં તેણે તેના પતિ સહિત સાસરીયાઓના વિરુદ્ધમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...