તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યાનો પ્રયાસ:પતિ અને સાસરિયાંના ત્રાસથી મહિલાએ ટોઇલેટ ક્લીનર પીધું, શાહઆલમની મહિલાની પતિ સહિત 3 સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વખત મિસકેરેજ થતાં પતિ હેરાન કરી મારતો હોવાનો આરોપ

શાહઆલમમાં રહેતી 36 વર્ષીય મહિલાએ પતિ, સાસુ અને નણંદના ત્રાસથી ટોઇલેટ ક્લીનર પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે મહિલાનાં માતા-પિતાને જાણ થતાં તેને હોસ્પિટલ લઈ ગયાં હતાં. બાદમાં મહિલાએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે. શાહઆલમમાં રહેતી 36 વર્ષીય મહિલાના લગ્ન 2013માં થયા બાદ 15 દિવસમાં જ મહિલા પતિ સાથે અલગ રહેવા જતી રહી હતી. બાદમાં પતિને ઓમાન જવાનું થતાં મહિલાએ જવાની ના પાડતાં, પતિએ વિઝા કેન્સલ કરાવ્યા હતા. બાદમાં પતિ અવારનવાર નાની નાની બાબતે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. મહિલા તેના પિયરમાં જાય તો પણ પતિ ફોન કરીને ત્રાસ આપતો હતો.

બીજી બાજુ સાસુ અને નણંદ પણ ફોન કરી તું મારા ભાઈને છોડી દે તેમ કહીને હેરાન કરતાં અને પતિને ચડામણી કરતા હતા. દરમિયાન મહિલાને બે વખત કુદરતી રીતે મિસકેરેજ થવાથી પતિ હેરાન કરી ઢોર માર મારતો હતો. એક દિવસ રાતના સમયે પતિ ઝઘડો કરી ઘરની બહાર નીકળી ગયો હતો, જેથી મહિલાએ ફોન કર્યો ત્યારે પતિએ જણાવ્યું કે, ‘મારે તારું મોઢું પણ જોવું નથી. તારે જેમ રહેવું હોય તેમ રહે’ તેમ કહી ફોન કાપી નાખ્યો બાદમાં ફોન ઉપાડતા ન હતા. આથી મહિલાને લાગી આવતાં ઘરમાં પડેલું ટોઈલેટ ક્લીનર પી લેતાં, તેને ઊલટીઓ થવા લાગી હતી. આથી મહિલાએ તેના પિતાને ફોન કરીને જાણ કરતાં માતા-પિતાએ દોડી આવી બેભાન મહિલાને હોસ્પિટલ ખસેડી હતી. બાદમાં મહિલાને હોશ આવતા તેણે દાણીલીમડા પોલીસે સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...